Western Times News

Gujarati News

પિરામલ ગ્રૂપને DHFLનું એક્વિઝિશન કરવા માટે RBIની મંજૂરી મળી

નવી દિલ્હી, પિરામલ ગ્રૂપે ગુરુવારે જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકે ધિરાણકારોની સમિતિ (સીઓસી)એ મંજૂર કરેલી એની ડીએચએફએલની સમાધાન યોજનાને મંજૂરી આપી દીધી છે.

સીઓસીએ પિરામલ ગ્રૂપની કંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે ગયા મહિને રજૂ કરેલી સમાધાન યોજનાને મંજૂરી આપી હતી.

પિરામલ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે સમજીએ છીએ કે, આરબીઆઈએ સીઓસીએ રજૂ કરેલા પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સની ડીએચએફએલની સમાધાન યોજનાને મંજૂરી આપી છે.” સીઓએસીએ 15 જાન્યુઆરી, 2021ના રોજ એની 18મી બેઠકમાં સમાધાન યોજનાને મંજૂરી આપી હતી.

ગયા અઠવાડિયે ડીએચએફએલએ ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 13,095.38 કરોડની કુલ ચોખ્ખી ખોટ નોંધાવી હતી, ત્યારે વર્ષ અગાઉ સમાન ગાળામાં એનો ચોખ્ખો નફો રૂ. 934.31 કરોડ હતો. અગાઉના ત્રિમાસિક ગાળા સાથે સરખામણીએ કરીએ તો સપ્ટેમ્બર, 2020માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની ચોખ્ખી ખોટ રૂ. 2,122.65 કરોડમાં વધારો થયો છે.

નવેમ્બર, 2019માં રિઝર્વ બેંકે ત્રીજી સૌથી મોટી સંપૂર્ણપણે મોર્ગેજ ધિરાણકાર કંપની દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ને નાદારીની પ્રક્રિયા માટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ને સુપરત કરી હતી.

ડીએચએફએલ આઇબીસીની કલમ 227 અંતર્ગત વિશેષ અધિકારોનો ઉપયોગ કરીને આરબીઆઈ દ્વારા એનસીએલટીને સુપરત થયેલી પ્રથમ ફાઇનાન્સ કંપની હતી. આ અગાઉ કંપનીના બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને વહીવટદાર તરીકે આર સુબ્રમનિયાકુમારની નિમણૂક થઈ હતી. તેઓ પણ ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઇબીસી) અંતર્ગત રિઝોલ્યુશન પ્રોફેશનલ છે.

કોર્પોરેટ મંત્રાલયે સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઇઓ) દ્વારા ડિસેમ્બર, 2019થી કંપનીની કામગીરીની તપાસ ચાલુ છે. વળી ચોક્કસ ઋણધારકોને આપવામાં આવેલી લોનના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ પણ કંપનીની તપાસ કરી રહી છે. સીબીઆઈએ પણ કંપનીએ મંજૂર કરેલી ચોક્કસ લોનના સંબંધમાં તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત સીબીઆઈ કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારની કંપની એ રોકાણ કરેલી રકમની બાબતમાં પણ તપાસ કરી રહી છે.

નાણાકીય ધિરાણકારોએ ડીએચએફએલ પાસેથી રૂ. 87,031 કરોડનો દાવો કર્યો છે. જ્યારે બીએસઈ પર પ્રી-ક્લોઝ સેશનમાં ડીએચએફએલનો શેર 4.94 ટકા વધીને રૂ. 18.05 પર ટ્રેડ થતો હતો, ત્યારે પિરામલ એન્ટરપ્રાઇઝીસનો શેર 0.82 ટકા વધીને રૂ. 1,902.70 પર ટ્રેડ થતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.