પિશાલ હાઈસ્કૂલના નિવૃત બે શિક્ષકોને પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિદાયમાન
મોડાસા: અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના પિશાલ હાઈસ્કૂલના નિવૃત બે શિક્ષકોને પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિદાયમાન આપાયું હતું.
. નિવૃત્ત થતા અંગ્રેેેજીના શિક્ષક અયુબભાઇ શેષ અને વિજ્ઞાન શિક્ષક કરણસિંહ ચાવડાને વિદાય સન્માન આપવાનો સમારોહ યોજાયો હતો જેમાં પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ તથા શાળા પરિવારે બન્ને શિક્ષકોની દીર્ઘકાલીન સેવાઓને બિરદાવીને બેઉનું સન્માન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના ચેરમેન બિપિનભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.