Western Times News

Gujarati News

પીએફ કપાય છે તો વિમાની રકમ ૧૦ લાખ સુધી કરાશે

નવી દિલ્હી, એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) પોતાના ખાતાધારકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે. મળેલી માહિતી મુજબ ઇપીએફઓ પોતાના ખાતા ધારકોની જીવન વિમાની રકમને વધારી શકે છે. આ સંદર્ભમાં ઇપીએફઓમાં ચર્ચા ચાલી રહી છે. સુત્રોના કહેવા મુજબ મહત્તમ વિમા રકમને વર્તમાન છ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવા અને લઘુત્તમ વિમા રકમને ૨.૫ લાખ રૂપિયાથી વધારીને ચાર લાખ કરવા પર વિચારણા ચાલી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના સભ્ય વિરજેસ ઉપાધ્યાયે કહ્યું છે કે, સમય સમય ઉપર ઇપીએફઓ દ્વારા અનેક બાબતોમાં વિચારણા કરવામાં આવે છે. આ બાબત જરૂરી નથી કે, તમામ ચીજોને અમલી કરવામાં આવે. ઇપીએફઓને જે સ્થાનિક પાસાથી સારી બાબત દેખાશે તેના પર નિર્ણય લેવામાં આવશે.

ઇપીએફઓનું માનવું છે કે, હાલના સમયમાં તેમના ખાતાધારકોની વિમાની રકમ વર્તમાન પરિસ્થિતિમાં ખુબ ઓછી છે. આને વધારવાની જરૂર દેખાઈ રહી છે પરંતુ આ રકમ વધશે કે કેમ અથવા તો વધશે તો ક્યારે વધશે તેને લઇને નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં લેવામાં આવશે. નોકરી કરનાર લોકો માટે વધુ મોટી રાહત મળી શકે છે. જો પીએફ કપાય છે તો વિમા રકમ છ લાખથી વધારીને ૬ લાખ થઇ શકે છે. પીએફ કપાઈ રહ્યું છે તો મોટી રાહતની બાબત હોઈ શકે છે. કારણ કે, ઇપીએફઓએ પોતાના સભ્ય માટે જીવન વિમાની રકમને વધારવાની તૈયારી કરી છે. બે તબક્કામાં વિમાની રકમને વધારી દેવાની તૈયારી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. જો કોઇ ઇપીએફઓ ખાતાધારક છે અને તેને વિમા કવર મળે છે તો વિમા કવરની રકમ આપના પીએફ ખાતામાં જમા રકમનાઆધાર પર નક્કી કરવામાં આવે છે. વિમાની રકમ કર્મચારીની મૃત્યુ થવાની સ્થિતિમાં અંતિમ ૧૨ મહિનાના પગારના આધાર પર નક્કી કરવામાં આવે છે. વિમાની રકમ નક્કી કરતી વેળા પીએફ એકાઉન્ટમાં જમા રકમની ૫૦ ટકા રકમને સામેલ કરવામાં આવે છે. એમ્પ્લોઇના મોતથી પહેલા ૧૨ મહિનાના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાંથી સરેરાશ કાઢવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.