Western Times News

Gujarati News

PF પર મળનારા વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં

નવીદિલ્હી: દેશના ૬ કરોડ લોકોને મોટી રાહત મળી છે .પીએફ પર મળનારા વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે આપને આ નાણાકીય વર્ષે પણ ૮.૫ ટકાના દરથી જ વ્યાજ મળશે. આજે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના સીબીટીની શ્રીનગરમાં મળેલી બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રત્યેક નાણાકીય વર્ષ માટે પીએ રકમ પર વ્યાજ દરની ઘોષણા કરે છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચ મહિનામા ઇપીએફઓએ વ્યાજ દર ઘટાડતા ૮.૫ ટકા કરી દીધા હતા. વિશેષમાં ૨૦૧૯-૨૦ માટે પીએફપર મળનારા વ્યાજ દર ૨૦૧૨-૧૩ બાદના સૌથી નીચલા સ્તરના હતા. ઉલ્લેખનીય છે કે, બેઠક પહેલા અહેવાલ આવી રહ્યા હતા કે આ વર્ષે સરકાર પીએફ પર વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. દેશભરમાં ફેલાયેલા કોરોના સંકટના કારણે આ વર્ષે સરકાર નોકરીયાત વર્ગને આંચકો આપી શકે છે, પરંતુ સરકારે વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કર્યા.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રત્યેક નાણાકીય વર્ષ માટે પીએફ રકમ પર વ્યાજ દરની ઘોષણા કરે છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે વ્યાજ દરોની ઘોષણા કરતાં બોર્ડે કહ્યું હતું કે તે ૩૧ માર્ચે સમાપ્ત નાણાકીય વર્ષમાં બે હપ્તામાં ૮.૫ ટકા વ્યાજની ચૂકવણી કરશે. પહેલા હપ્તામાં ૮.૧૫ ટકા ડેટ ઇન્વેસ્ટમેન્ટથી અને બીજા હપ્તામાં ૦.૩૫ ટકા વ્યાજની ચૂકવણી ઇક્વિટીથી કરવામાં આવશે.
છેલ્લા વર્ષોમાં પીએમના વ્યાજ દરોમાં || ૨૦૧૯-૨૦ – ૮.૫ ટકા || ૨૦૧૮-૧૯ – ૮.૬૫ ટકા || ૨૦૧૭-૧૮ – ૮.૫૫ ટકા || ૨૦૧૬-૧૭ – ૮.૬૫ ટકા || ૨૦૧૫-૧૬ – ૮.૮ ટકા || ૨૦૧૩-૧૪ – ૮.૭૫ ટકા ઘટાડો થયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.