Western Times News

Gujarati News

પીએમનું ધ્યાન મોંઘવારી ઘટાડવા પર નહીં, તેને ઓછી બતાવવા પર છેઃ કોંગ્રેસ

ફુગાવાને નિયંત્રણમાં દર્શાવવા આંકડામાં ઘાલમેલ કરાઈ રહી હોવાનો આક્ષેપ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, દેશે મોદી નિર્મિત ફુગાવાના દસ વર્ષ નિહાળ્યાં છે

નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ધ્યાન મોંઘવારી ઘટાડવા પર નહીં પરંતુ મોંઘવારીના આંકડા નીચાં દર્શાવવા પર છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, જે સરકાર પ્રચાર અને આંકડામાં ઘાલમેલ કરતી હોય તેવી સરકાર પાસેથી લોકોના કલ્યાણની અપેક્ષા ના રાખી શકાય.કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, દેશે મોદી નિર્મિત ફુગાવાના દસ વર્ષ નિહાળ્યાં છે. જેની રચના સરકારની નબળી નીતિઓને કારણે થઈ હતી. વડાપ્રધાનનું સંપૂર્ણ ધ્યાન મોંઘવારી ઘટાડવા પર નહીં પરંતુ તેના આંકડા નીચા દર્શાવવા પર કેન્દ્રીત છે.

ફુગાવો નિયંત્રણમાં હોવાનું દર્શાવવા માટે સરકાર હવે છૂટક અને જથ્થાબંધ ફુગાવાના આંકડામાં પણ ઘાલમેલ કરી રહી છે. જોકે વાસ્તવિકતા એ છે કે સામાન્ય માણસ સતત ભાવ વધારાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે.અનાજ, ઈંધણ અને રોજિંદા ઉપયોગની વસ્તુઓમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે જેને કારણે નોકરીયાત અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભારણ વધી રહ્યું છે. વૈશ્વિક બજારમાં ક્‰ડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઊંચા રહેવા પામ્યાં છે. ખાદ્યાન્નનો ફુગાવો એ વધુ એક ચિંતાનો વિષય છે જે એકંદર ફુગાવાના ઉંચા સ્તરને દર્શાવે છે. તેમણે દાવો કર્યાે હતો કે, ફુગાવાની વાસ્તવિક અસરો છુપાવવા માટે હવે સરકાર છૂટક ફુગાવામાં ખાવા-પીવાની વસ્તુઓનો ભારાંક ઘટાડવાની તૈયારી કરી રહી છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.