પીએમ આવાસમાં મકાનો મુસલમાનોને નથી મળી રહ્યાં: ઔવેસી

બહરાઇચ, ઉત્તર પ્રદેશ વિધાન સભા ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય રંગ જામી રહ્યો છે. ઓવૈસી અને મુખ્યમંત્રી યોગી વચ્ચે મુસ્લિમો સાથે ભેદભાવ મુદ્દે ફરી ચકમક જરી હતી.ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સતત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. ઓવૈસીએ ફરી એક વખત આરોપ લગાવ્યો છે કે સરકાર મુસ્લિમો સાથે ભેદભાવ કરી રહી છે.
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મુસ્લિમોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી રહ્યો નથી.
બહરાઈચમાં એક સભાને સંબોધતી વખતે ઓવૈસીએ ભેદભાવનો આરોપ લગાવ્યો અને કહ્યું, ‘યોગીજી, જાે તમે ભેદભાવ નથી જ કરતાં તો પછી તમારા મોમાંથી’ અબ્બા જાન ‘શબ્દ કેમ નીકળ્યો? પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કયા મુસ્લિમને મકાન આપવામાં આવ્યું હતું, તેના દસ નામ પણ આપી દો. આ સાથે, ઓવૈસીએ કહ્યું હતું કે, મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં અભ્યાસ કરી શકતા નથી, તો એના માટે પણ શું ઓવૈસી જવાબદાર છે?
સામે યોગીએ પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે મોદીજીનો સંકલ્પ છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પીએમ આવાસ યોજનાનો ફાયદો કોઈનો ચેહરો જાેઈને નથી મળતો. તેમણે કહ્યું હતું કે મોદીજી મહિલાઑ માટે ઇજ્જત ઘર બનાવવાનું કામ કરી રહ્યા છે.
અગાઉ દીકરીઓ સાથે ભેદભાવ થતો હતો. અમારી સરકાર આના વિરુદ્ધ ભેદભાવ ખતમ કરવા માંગે છે. દિકરીઓના લગ્ન માટે અમે યોજના બનાવી અને ૭૫૧ કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા. અનેક લોકો આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.HS