Western Times News

Gujarati News

પીએમ કિસાનના પૈસા મેળવવા ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત

નવી દિલ્હી, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દેશભરમાં કરોડો ખેડૂતોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરે છે. ૨-૨ હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા આપવામાં આવતા પૈસાથી ખેડૂતોને ઘણી મદદ મળે છે. છેલ્લી ૩૧ મેના રોજ મોદી સરકારે ખેડૂતોને ૨,૦૦૦ રૂપિયાની ૧૧મો હપ્યો ટ્રાન્સફર કર્યો હતો.

૧૦ કરોડથી વધુ ખેડૂતોને તેનાથી ફાયદો થયો હતો. હવે ખેડૂતો ૧૨માં હપ્તાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિના બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ૨,૦૦૦ રૂપિયા જમા કરવામાં આવે છે. ખેડૂતોના એકાઉન્ટમાં જૂલાઈથી લઈને સપ્ટેમ્બર સુધીમાં ૧૨મો હપ્તો જમા થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં ખેડૂતોને આ ભેટ મળી શકે છે.

જાે તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે ઈ-કેવાયસીકરાવવું અનિવાર્ય છે. જાે તમે ઈ-કેવાયસીનથી કરાવ્યું તો તમે આગામી હપ્તાનો લાભ મેળવવાથી વંચિત રહી શકો છો. આવી સ્થિતિમાં કરોડો ખેડૂતોએ ફોરન ઈ-કેવાયસીકરાવી લેવું જાેઈએ. તેના માટે અંતિમ તારીખ ૩૧ જૂલાઈ છે. કેન્દ્ર સરકારે છેલ્લા દિવસોમાં ઈ-કેવાયસીની તારીખ વધારીને ૩૧ જૂલાઈ કરી દીધી હતી.

ઓનલાઈન ઈ-કેવાયસીપ્રક્રિયાઃ પીએમ કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવું.,પછી ફાર્મસ કોર્નર હેઠળ ઈ-કેવાયસીટેબ પર ક્લિક કરવું,જે પેજ ઓપન થશે ત્યાં આધાર નંબરની જાણકારી આપી સર્ચ ટેબ પર ક્લિક કરવી , ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.પછી સબમિટ ઓટીપી પર ક્લિક કરવું અને ઓટીપી નાખી સબમિટ કરવું.તમારી ઈ-કેવાયસીપ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે.આ માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.