પીએમ કેયર્સ ફંડ એનડીઆરએફમાં ટ્રાંસફર કરવાની માંગ વાળી અરજી રદ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન કેયર્સ ફંડને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા કોષ (એનડીઆરએફ)માં ટ્રાંસફર કરવાની માંગ રદ કરી દીધી છે.અદાલતના આ નિર્ણય બાદ અરજીકર્તાઓને ભારે આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે પીએમ કેયર્સ ફંડ ચેરિટી ફંડની જેમ છે આથી તેમાં જમા રકમને ટ્રાંસફર કરવાની કોઇ જરૂરત નથી અદાલતે સ્પષ્ટ કરી દીધુ કે કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાન એનડીઆરએફમાં દાન કરી શકે છે. અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકાર તેની રકમને યોગ્ય જગ્યાએ ટ્રાંસફર કરવા માટે પુરી રીતે સ્વતંત્ર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એનડીઆરએફમાં યોગદાન કરવા માટે કોઇ પણ વ્યક્તિ અને કોર્પરિટ્સ માટે કોઇ બંધારણીય અવરોધ નથી હકકતમાં આ અરજી એનજીઓ સેંટર ફોર પબ્લિક ઇટરેસ્ટ લિટિગેશન દ્વારા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવી હતી અરજીમાં પીએમ કેયર્સ ફંડમાં રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા કોષમાં પ્રાપ્ત મહામારીનો સામનો કરવા અને ધન હસ્તાંતરિત કરવાને લઇ એક રાષ્ટ્રીય યોજના તૈયાર કરવા માટે દિશા નિર્દેૅશ આપવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું કે પીએમ કેયર્સ ફંડમાં પ્રાપ્ત રકમનો કેગ દ્વારા ઓડિટ કરવામાં આવી રહ્યું નથી અને તેનો ખુલાસો કરવામાં આવી રહ્યો નથી અદાલતે ૨૭ જુલાઇએ આ મામલા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. ૧૭ જુને કોર્ટે કેન્દ્રને નોટીસ જારી કરી હતી પોતાના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોવિડ ૧૯ મહામારીક દાન માટે બનાવવામાં આવ્યું છે આ એનડીઆરએફ જેવું સાંવિધિક ફંડથી અલગ છે.
કોવિડ ૧૯ મહામારી જેવી કોઇ પણ રીતની તાકિદના કે સંકટની સ્થિતિનો સામનો કરવાના પ્રાથમિક હેતુની સાથે એક સમર્પિત રાષ્ટ્રીય નિધિની આવશ્યતાને ધ્યાનમાં રાખીને અને તેમાં પ્રભાવિત લોકોને રાહત આપવા માટે કટોકટીની સ્થિતિઓમાં વડાપ્રધાન નાગરિક સહાયતા અને રાહત કોષ(પીએમ કેયર્સ ફંડ)ના નામથી એક જાહેર ધર્માર્થ ટ્રસ્ટ બનાવવામાં આવ્યુંછે.HS