પીએમ કેયર ફંડના ડોનર્સના નામ જાહેર કરવામાં કેમ ભય: ચિદમ્બરમ
નવીદિલ્હી, કોવિડ ૧૯ સંકટને જાેતા બનાવવામાં આવેલ પીએમ કેયર્સ ફંડમાં પાંચ દિવસોમાં ૩,૦૭૬ કરોડની રકમ આવી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ઓડિટ રિપોર્ટથી આ માહિતી સામે આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦ના સ્ટેટમેટ અનુસાર આ રેકોર્ડ ડોનેશન ૨૭થી ૩૧ માર્ચની વચ્ચે થયું છે આ મુદ્તમાં ફંડને બનાવવામાં આવ્યું હતું. ૩,૦૭૬ કરોડ રૂપિયામાંથી ૩,૦૭૫.૮૫ કરોડ રૂપિયાનું દાન ઘરેલુ અને સ્વૈચ્છિક છે.જયારે ૩૯.૬૭ લાખ રૂપિયાનું યોગદાન વિદેશોથી કરવામાં આવ્યું છે. પીએમ કેયર્સના સ્ટેટમેંટમાં કહેવામાં આવ્યું છે કે ૨.૨૫ લાખ રૂપિયાથી ફંડની શરૂઆત કરવામાં આવી હતી અને આ ફંડને લગભગ ૩૫ લાખ રૂપિયા વ્યાજ પેટે પણ મળ્યા છે.
ઓડિટ સ્ટેટમેટને પીએમ કેયર્સ ફંડની વેબસાઇટ પર સંયુકત કરવામાં આવ્યું છે પરંતુ આ સ્ટેટમેંટમાં નોટ ૧થી લઇ ૬ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી તેનો અર્થ કે ઘરેલુ અને વિદેશી દાનકર્તાઓની માહિતી સરકારે આપી નથી તેના પર પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કરી સવાલ ઉભા કર્યા છે તેમણે પુછયુ છે કે આ ડોનર્સની માહિતી કેમ બતાવવામાં આવી નથી તેમણે પુછયુ છે કે પ્રત્યેક અન્ય એનજીઓ કે ટ્રસ્ટ એક સીમાથી વધુ રકમ દાન કરનાર દાનકર્તાઓના નામ પ્રકટ કરવા માટે બંધાયેલા છે આ જવાબદારીથી પીએમ કેયર ફંડને છુટ કેમ તેમણે પુછયુ કે દાન આપનારા ખબર છે દાન મેળવનાર ટ્રસ્ટી ખબર છે તો ટ્રસ્ટી દાનદાતાઓના નામ કેમ જાહેર કરતા ડરે છે.HS