પીએમ નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વ માટે પ્રેરણા છે: ડેનમાર્કના વડાપ્રધાન
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેને શનિવારે નવીનીકરણીય ઉર્જા, વેપાર, રોકાણ સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિમાણો પર વિસ્તૃત ચર્ચા કરી.ફ્રેડરિકસેન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ તેમનું સ્વાગત કર્યું હતું. ભારત અને ડેનમાર્ક વચ્ચેના ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સને આગળ ધપાવતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાતચીત માટે ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેનનું સ્વાગત કર્યું.
આ બેઠક પછી, ડેનમાર્કના વડા પ્રધાન મેટે ફ્રેડરિકસેને શનિવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે. તેમણે નવીનીકરણીય ઉર્જા માટે મહત્વાકાંક્ષી આબોહવા લક્ષ્?ય નક્કી કર્યું છે. ફ્રેડરિકસેને કહ્યું કે, તમે (વડાપ્રધાન મોદી) વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત છો કારણ કે, તમે ૧૦ લાખથી વધુ ઘરો માટે સ્વચ્છ પાણી અને નવીનીકરણીય ઉર્જા માટે ઘણા મહત્વાકાંક્ષી લક્ષ્?યો નક્કી કર્યા છે. મને ગર્વ છે કે તમે મુલાકાત માટે મારું આમંત્રણ સ્વીકાર્યું છે.
ફ્રેડરિકસેને કહ્યું કે, “આનંદની વાત છે કે ડેનમાર્ક આંતરરાષ્ટ્રીય સૌર જાેડાણનો સભ્ય બન્યો છે. ભારત-ડેનમાર્ક ભાગીદારીમાં આ એક નવું પરિમાણ છે. ભારત અને ડેનમાર્ક વચ્ચેનો સહકાર કેવી રીતે હરિયાળી વિકાસ અને હરિયાળી પરિવર્તન હાથમાં જઈ શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.ફ્રેડરિકસેને કહ્યું કે, “આજે આપણે પાણી અને ગ્રીન ઈંધણ પર કામ કરવા માટે સંમત થયા છીએ. અમે આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે પણ સંમત થયા છીએ. અમારો આ સહકાર ખૂબ મહત્વાકાંક્ષી છે.
પીએમ મોદીએ ૨૦૩૦ સુધીમાં નવીનીકરણીય ઉર્જા માટે ૪૫૦ ગીગાવોટનો લક્ષ્?યાંક રાખ્યો છે, જે એક પડકારરૂપ લક્ષ્ય માનવામાં આવે છે. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું, ‘ડેનમાર્કની કુશળતા અને ટેકનોલોજી જે સ્કેલ અને સ્પીડ સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ તેમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાઓ, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લેવાયેલા પગલાં, આવી કંપનીઓ માટે અપાર તકો રજૂ કરે છે.
તેમણે કહ્યું, ‘અમે આજે પણ નક્કી કર્યું છે કે અમે અમારા સહકારનો વ્યાપ સતત વધારીશું. અમે આરોગ્ય ક્ષેત્રે નવી ભાગીદારી શરૂ કરી છે. ભારતમાં કૃષિ ઉત્પાદન અને ખેડૂતાની આવક વધારવા માટે, અમે કૃષિ સંબંધિત ટેકનોલોજીમાં સહકાર આપવાનું પણ નક્કી કર્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આજની બેઠક કદાચ પ્રથમ રૂબરૂ બેઠક હશે, પરંતુ કોરોનામાં સમયગાળા દરમિયાન પણ ભારત અને ડેનમાર્ક વચ્ચે સંપર્ક અને સહકારની ગતિ જાળવી રાખવામાં આવી હતી.HS