Western Times News

Gujarati News

પીએમ બનીશ એવી ક્યારેય કલ્પના પણ નહતી કરી: નરેન્દ્ર મોદી

ઋષિકેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રવાસે ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચ્યા. અહીં તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન સહિત દેશબરમાં પીએમ કેર્સ હેઠળ સ્થાપિત ૩૫ ઓક્સિજન પ્લાન્ટ્‌સનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે અહીં આવીને તેમને નવી ઉર્જા અને શક્તિ મળે છે. તેમણે કહ્યું છે કે જે ક્ષેત્રએ યોગ અને આયુર્વેદની શક્તિથી જીવનને આરોગ્ય બનાવવાનું સમાધાન આપ્યું ત્યાંથી આજે દેશભરમાં અનેક ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થયું છે.

પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે એટલે કે ૭ ઓક્ટોબરના રોજ ૨૦ વર્ષ પહેલા મને જનતાની સેવા કરવાની એક નવી જવાબદારી મળી હતી.

પરંતુ જનતા વચ્ચે રહીને, જનતાની સેવાની સફર તો અનેક દાયકા પહેલા શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે આજથી ૨૦ વર્ષ પહેલા તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની નવી જવાબદારી મળી હતી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડની રચના વર્ષ ૨૦૦૦માં થઈ અને તેના થોડા મહિના બાદ ૨૦૦૧માં તેમની રાજનીતિક યાત્રા શરૂ થઈ.

પીએમ મોદીએ મેડિકલ ઓક્સિજન પ્રોડક્શન અંગે કહ્યું કે સામાન્ય દિવસોમાં ભારતમાં એક દિવસમાં ૯૦૦ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનનું પ્રોડક્શન થતું હતું. પરંતુ કોરોનાકાળમાં ડિમાન્ડ વધતા જ ભારતે મેડિકલ ઓક્સિજનનું પ્રોડક્શન ૧૦ ગણા કરતા પણ વધાર્યું જે દુનિયાના કોઈ પણ દેશ માટ અકલ્પનીય લક્ષ્ય હતું. પરંતુ ભારતે તે હાંસલ કરીને બતાવ્યું.

ઉત્તરાખંડની ધામી સરકારની પીઠ થપથપાવતા તેમણે કહ્યું કે ૨૦૧૯માં જળ જીવન મિશન શરૂ થતા પહેલા ઉત્તરાખંડના ફક્ત એક લાખ ૩૦ હજાર ઘરોમાં જ નળથી જળ પહોંચતું હતું. પરંતુ આજે ઉત્તરાખંડના ૭ લાખ ૧૦ હજારથી વધુ ઘરોમાં નળથી જળ પહોંચવા લાગ્યું છે. એટલે કે ફક્ત ૨ વર્ષની અંદર જ રાજ્યના લગભઘ ૬ લાખ ઘરોને પીવાના પાણીનું કનેક્શન મળ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ઉત્તરાખંડની ટીમને ભરપૂર મદદ કરી રહી છે. રાજ્ય આગામી કેટલાક વર્ષોમાં પોતાની સ્થાપનાના ૨૫ વર્ષ ઉજવશે. હવે સમય આવી ગયો છે કે આ અવસરને ખાસ બનાવવા માટે રાજ્યની મશીનરી ભેગી થવી જાેઈએ. તેમણે કહ્યું કે આજે સરકાર એ વાતનો ઈન્કાર નથી કરતી કે નાગરિકો તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવશે ત્યારે કોઈ પગલું ભરાશે. સરકારી માઈન્ડસેટ અને સિસ્ટમથી આ ભ્રમને અમે બહાર કાઢી રહ્યા છીએ. હવે સરકાર નાગરિકો પાસે જાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.