પીએમ મોદીએ જ્યાં જ્યાં સભાઓ સંબોધી ત્યાં ભાજપનો વિજય

નવીદિલ્હી, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને આ પૈકી ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે.આ તમામ રાજ્યોમાં દર ચૂંટણીની જેમ પીએમ મોદી આ વખતે પણ પ્રચારમાં ઉતર્યા હતા.તેમણે યુપીની કુલ ૩૨ સભાઓને સંબોધન કર્યુ હતુ.૧૨ સભાઓને ઓનલાઈન સંબોધી હતી.
યુપીની વાત કરવામાં આવે તો આ વખતે પીએમ મોદીએ ૧૩૨ બેઠકોને આવરી લેતી સભાઓ કરી હતી અને આ પૈકી ૯૨ બેઠક પર ભાજપ અને સહયોગી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.
૨૦૧૭માં આ પૈકીની ૧૦૮ બેઠકો ભાજપ જીતી હતી.જાેકે ૨૦૧૭ કરતા બેઠકો ઓછી થઈ છે પણ મોદીનો જાદુ યુપીમાં યથાવત છે તેમ કહી શકાય. ઉત્તરાંખંડમાં ૨૧ બેઠકો પર પીએમ મોદીએ સભા સંબોધી હતી અને આ પૈકી ૧૪ બેઠકો પર ભાજપ જીત્યુ છે. પંજાબમાં પીએમ મોદીએ ઓનલાઈન અને ફિઝિકલ એમ ચાર રેલીઓ કરી હતી.જેમાંથી બે બેઠક ભાજપ જીતી શક્યુ છે.
પીએમ મોદીનુ સૌથી ઓછુ ફોકસ ગોવા તેમજ મણીપુર તરફ રહ્યુ હતુ.આ બંને રાજ્યોમાં એક એક ફિઝિકલ અને એક એક વર્ચ્યુઅલ રેલી મોદીએ કરી હતી.મણીપુરમાં જે મત વિસ્તારમાં પીએમ મોદીએ સભા સબંધો હતી તેની ૧૧માંથી સાત બેઠકો ભાજપ જીતયુ છે. જ્યારે ગોવામાં ૨૩માંથી ૧૩ બેઠકો પર ભાજપની જીત થઈ છે.જ્યાં પીએમ મોદીએ રેલી કરી હતી.HS