પીએમ મોદીએ તમામ સચિવોની બેઠક બોલાવતા અધિકારીઓમાં ધમધમાટ
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસને લઈને કેસ રોકાવાનું નામ નથી લઈ રહ્યા અને બીજી તરફ મહામારીથી બચવા માટે મોટા પાયે વેકસીનેશન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે.
આ સિવાય બીજી તરફ સત્તારૂઢ પાર્ટી ભાજપમાં છેલ્લા છ મહિનાથી મોટી ઉથલપાથલ મચેલી છે અને એક બાદ એક મુખ્યમંત્રીઓના રાજીનામાં લેવામાં આવી રહ્યા છે. એવામાં વડાપ્રધાન મોદી સતત એક્શનમાં દેખાઈ રહ્યા છે.વડાપ્રધાન મોદીએ આવતી કાલે સાંજે સચિવોની બેઠક બોલાવી છે જેમા કામોની સમીક્ષા કરવામાં આવશે.
આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે દિલ્હીમાં પીએમ મોદીએ તમામ સચિવોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન કામો પર સમીક્ષા કરવામાં આવશે તથા આગામી કોઈ મોટો ર્નિણય લેવાય તેવી સંભાવનાઓ છે. પીએમ મોદી કામ પર રિપોર્ટ પણ માંગી શકે છે જેને લઈને સચિવોમાં ખળભળાટ મચ્યો છે અને દિલ્હીનાં જુદા જુદા મંત્રાલયોમાં ધમધમાટ જાેવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનો પીએમ મોદી અને કેન્દ્ર સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ મહિનામાં વેક્સિનેશનનો એક મોટો પડાવ પાર કરવાનો છે અને એક બાદ એક વેક્સિનેશન રેકોર્ડ બની રહ્યો છે.
ત્યાં બીજી તરફ વિદેશ નીતિ માટે પણ આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે એસસીઓ સમિટમાં પીએમ મોદીએ સંબોધન કર્યું છે અને મહિનાનાં અંત સુધીમાં પીએમ મોદી અમેરિકાનાં પ્રવાસ પર જવાના છે, આ સિવાય યુનાઈટેડ નેશન્સમાં પણ ભાષણ આપવાનો કાર્યક્રમ છે. બીજી તરફ હાલમાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર બદલી નાંખવાનું મોટું મિશન પાર પાડવામાં આવ્યું છે.HS