પીએમ મોદીએ દેશવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ આપી
નવીદિલ્હી: આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજાથી શરૂ થઇ છે. આ તહેવાર આગલા ૯ દિવસ સુધી ચાલશે. પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે ટિ્વટ કરીને કહ્યુ કે, ‘દેશવાસીઓને નવરાત્રિની અઢળક શુભકામનાઓ! જય માતાદી!’
પીએમ મોદીએ એક અન્ય ટિ્વટ કરીને લખ્યુ, ‘બધા દેશવાસીઓને નવ સંવત્સરની મંગળકામનાઓ. આ પવિત્ર અવસર પર દરેકના જીવનમાં હર્ષોલ્લાસ લઈને આવે.નવરાત્રિની શરૂઆત થતાં જ માતાના બધા મંદિરોમાં સવારથી જ પૂજા અર્ચના શરૂ થઈ ગઈ હતી. રાજધાનીમાં બનેલા માના પ્રાચીન મંદિર કાલીજી મંદિર અને કાલીબાડી મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી માના જયકારા લગાવીને ભક્તો માના દર્શન કરવા માટે ઉત્સુક બન્યા હતાં. જાે કે કોરોનાના કારણે ચારે તરફ પ્રતિબંધ છે તેમ છતાં માની ભક્તિના રંગમાં બધા ભક્તો, માનો જયકારો લગાવીને મંદિરો સામે જાેવા મળી રહ્યા હતાં