પીએમ મોદીએ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના ખાસ સિક્કા જાહેર કર્યા,

નવીદિલ્હી,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વિત્ત અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના ‘આઈકાનિક વીક સમારોહ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના સિક્કાની નવી શ્રૃંખલા જાહેર કરી હતી. આ સિક્કા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે આ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરવા માટે પ્રેરિત કરશે.પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિત્ત અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના અધિકારીઓ, કર્મચારીઓને કહ્યું કે તમે બધા આ વિરાસતનો ભાગ છો.
દેશના સામાન્ય લોકોનું જીવન આસાન બનાવવું હોય, દેશની અર્થવ્યવસ્થાને સશક્ત કરવી હોય, છેલ્લા ૭૫ વર્ષોમાં અનેક સાથીઓએ તેમાં ઘણું યોગદાન આપ્યું છે. છેલ્લા વર્ષોમાં વિત્ત મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા યોગ્ય સમય પર ર્નિણયો દ્વારા પોતાની એક વિરાસત બનાવી છે એક શાનદાર સફર તય કરી છે.
વિત્ત અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય ૬ થી ૧૧ જૂન સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઇકાનિક સમારોહ આયોજિત કરશે. આ પ્રસંગે પીએમ મોદીએ ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે જન સમર્થ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ અલગ-અલગ યોજનાઓને એક જ મંચ પર ઉપલબ્ધ કરાવશે.
પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજે અહીં રૂપિયાની ગૌરવશાળી યાત્રાને બતાવવામાં આવી છે. આ સફરથી પરિચત કરાવનારી ડિજિટલ પ્રદર્શની પણ શરુ થઇ અને આઝાદીના અમૃત મહોત્સવ માટે નવા સિક્કા પણ જાહેર થયા છે.
આઝાદીના લાંબા સંઘર્ષમાં જેમણે પણ ભાગ લીધો તેણે આ આંદોલનમાં નવા આયામને જાેડ્યા છે. આઝાદીનો અમૃત મહોત્સવ ફક્ત ૭૫ વર્ષોનો ઉત્સવ માત્ર નથી પણ આઝાદીના નાયક, નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સપના જાેયા હતા તે સપનાને પરિપૂર્ણ કરવા તે સપનામાં નવું સામર્થ્ય ભરવું અને નવા સંકલ્પોને લઇને આગળ વધવાની ક્ષણ છે.hs2kp