પ્રધાનમંત્રી રાયસણમાં માતા હીરાબેનને મળ્યા, ચરણ સ્પર્શ કરી સાથે ભોજન કર્યું
ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં માતા હીરાબેનને મળ્યા હતા. બે વર્ષ પછી માતા અને પુત્રનું મિલન થઇ રહ્યું હતુ. વડાપ્રધાન બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. માતાને જાેઇને પીએમ થોડા ભાવુક પણ થઇ ગયા હતા.
ત્યાં પહોંચ્યા બાદ તેમણે સૌ પ્રથમ માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા એટલુ જ નહીં લાંબા સમય પછી આજે પીએમએ પોતાની માતા સાથે ભોજન લીધું હતું.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના માતા હીરાબેન કોઇને કોઇ મુદ્દે ચર્ચામાં આવતા જ રહે છે. પરંતુ આજે જ્યારે બે વર્ષ પછી પોતાના દિકરાની સાથે ભોજન માટે બેઠા ત્યારે સ્વાભાવિક તેમને આજના પીએમ નહીં પરંતુ બાળપણનો નટખટ પોતાનો દિરકો દ્ધષ્ટિમાન થતો હશે. દેશના પીએમ બીલકુલ નાના બાળકની જેમ પોતાની માતા સાથે જમી રહ્યા હતા તે ક્ષણ ઘણી ભાવુક હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં રોડ શો કર્યો હતો. ફૂલોના માળાથી શણગારેલી કારમાં મોદી ભગવા રંગની ટોપી પહેરેલા જાેવા મળ્યા હતા.
રોડ શો દરમિયાન મોદીએ હાથ મિલાવીને રસ્તાની બંને બાજુએ ભેગા થયેલા સેંકડો સમર્થકો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટથી શરૂ થયેલો રોડ શો ૧૦ કિમી દૂર ગાંધીનગરમાં ભાજપના રાજ્ય મુખ્યાલય ‘કમલમ’ ખાતે સમાપ્ત થયો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ એકમના પ્રમુખ સી.આર. પાટીલ પણ મોદી સાથે હાજર હતા. આ રોડ શોને આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની શરૂઆત તરીકે જાેવામાં આવી રહ્યો છે.
પાર્ટીના એક કાર્યકર્તાએ જણાવ્યું કે ગાંધીનગરમાં બીજેપીના સ્ટેટ હેડક્વાર્ટર ‘કમલમ’ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે બીજેપીના રાજ્ય એકમના નેતાઓ સાથે બેઠક કરી.
રોડ શો પછી, પીએમ મોદીએ પંચાયત મહાસંમેલનમાં રાજ્યમાં પંચાયતી રાજ સંસ્થાઓના ત્રણ સ્તરના એક લાખથી વધુ પ્રતિનિધિઓને સંબોધિત કર્યા. આ દરમિયાન, તેમણે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગ્રામીણ વિકાસનું તેમનું સ્વપ્ન પૂર્ણ થવું જાેઈએ કારણ કે ભારત આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.HS