પીએમ મોદી ફ્રાન્સ, બેહરીન, UAE ત્રણ દેશની યાત્રા પર
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ, સંયુક્ત અમીરાત અને બહેરીન માટે ગુરુવારના જતાં પહેલા કહ્યું હતું કે તેમની આ યાત્રાથી ભારતના મિત્ર દેશો સાથેના સંબંધો અને મજબૂત બનશે. મોદી 22 મી ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી 3 દેશની યાત્રા પર રહેશે.
પ્રધાનમંત્રી મોદી 22 અને 23 ઓગસ્ટ એમ બે દિવસ ફ્રાન્સમાં દ્વિપક્ષિય ચર્ચા કરશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનીલ મેક્રોન્સ અને પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ સાથે મુલાકાત કરશે અને ભારત સાથેના વ્યાપરીક સંબંધો ગાઢ બને તે અંગે ચર્ચા વિચારણા કરશે. આ મુલાકાત બાદ ભારતીય સમુદાયની સાથે વાતચીત કરશે અને 1950 અને 1960 ના દાયકાઓમાં એર ઇન્ડિયાના બે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાની યાદમાં બનેલી એક મુલાકાતી સ્થળની મુલાકાત પણ લેશે અને તેની યાદમાં બનાવાયેલા એક સ્મારકનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષી સહાય છે અને તે બંને દેશો અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિના વિકાસ તરફ આગેકુચ થશે. તેમણે વિશ્વાસ મૂક્યો હતો કે તેઓની આ પ્રવાસથી બંને દેશોની વચ્ચેની મિત્રતા, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિનો જોરદાર પ્રારંભ થયો.
એક બ્યાનમાં તેમણે કહ્યું હતું કે આ મુસાફરીમાં અરબની સરકાર દ્વારા આપવામાં આવેલા ‘ઓર્ડર ઓફ જાયદ’ મેળવવું એ મારા માટે બહુ મોટા સન્માનની વાત છે. ભારતનું રૂપે કાર્ડ અરબના દેશોમાં કેશલેસ વ્યવહાર માટે ઉપયોગમાં લઈ શકાય તે માટેની પણ મંત્રણાઓ કરી હતી.
આ ઉપરાંત મોદી 24 અને 25 ઓગસ્ટ બેહરીનની મુલાકાત લેશે અને ત્યાં બહેરીનના શાહ શેખ હમાદ બિન ઇસા અલ ખલીફા અને અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.