પીએમ મોદી મહાન છે, કૃષિ કાયદા પાછા ખેંચતી વખતે તેમના શબ્દો મારા સહિત ઘણાને દુખી કરી ગયાઃ ઉમા ભારતી

ભોપાલ, ભાજપના કદાવર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતનુ કહેવુ છે કે, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની પીએમ મોદીની જાહેરાત ઘણા લોકોને દુખી કરી ગઈ છે.તેમણે કહ્યુ હતુ કે, જાે આ કાયદાઓનુ મહત્વ ખેડૂતો નથી સમજી શક્યા તો તેના માટે આપણે બધા ભાજપના કાર્યકરો પણ જવાબદાર છે કે, આપણે તેનુ મહત્વ ખેડૂતોને સમજાવી શક્યા નથી.
ઉમા ભારતીએ કહ્યુ હતુ કે, ચાર દિવસથી હું ગંગા કિનારે છું.પીએમ મોદીએ નવા કાયદા પાછા ખેંચવાની અચાનક જાહેરાત કરી તેનાથી હું પણ અચંબામાં પડી ગઈ હતી.પીએમ મોદીએ તે વખતે જે કહ્યુ તેનાથી ઘણા લોકો દુખી છે.
પીએમ મોદી કોઈ પણ સમસ્યાને મૂળથી સમજી શકે છે અને જે સમસ્યાના મૂળને સમજી શકે છે તે તેનુ સમાધાન પણ કરી શકે છે.ભારતના લોકો અને પીએમ મોદી વચ્ચે જે સમન્વય છે તે લોકશાહીના ઈતિહાસમાં અભૂતપૂર્વ કહેવાય તેવો છે.
તેમણે કહ્યુ હતુ કે, કૃષિ કાયદા સામે વિપક્ષના દુષ્પ્રચારનો સામનો આપણે નથી કરી શક્યા અને તે કારણે જ મને બહુ દુખ થઈ રહ્યુ છે.પીએમ મોદીએ ત્રણે કાયદા પાછા ખેંચીને પોતાની મહાનતા દર્શાવી છે.આપણા દેશના તે અનોખા નેતા છે અને તે યુગો-યુગો સુધી જિવંત રહે તેવી મારી પ્રાર્થના છે.
ઉમા ભારતીએ કહ્યુ હતુ કે, આજ સુધી કોઈ પણ સરકારી પ્રયાસથી ખેડૂતોને સંતોષ થયો નથી.હું પોતે કિસાન પરિવારમાંથી છું અને મારા બે ભાઈઓ પણ ખેતી કરે છે.મારા ભાઈ કહે છે કે, ખેડૂત ક્યારેય ધનિક નથી બની શકતા. મને જે સમજણ પડે છે તે એ છે કે, ખેડૂતોને સુખી કરવા માટે તેમને સમય પર બિયારણ, ખાતર અને વીજળી મળવી જાેઈએ તેમજ પોતાની મરજી પ્રમાણે ઉપજ વેચવાનો અધિકાર મળવો જાેઈએ.HS