PSLV સી ૪૭, કાર્ટોસેટ-૩ અને ૧૩ અન્ય ઉપગ્રહો સાથે ઉડાન ભરશે
શ્રીહરિકોટા, દેશના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએસએલવી સી૪૭) આવતીકાલે બુધવારે સવારે ૯.૨૮ કલાકે કાટરેસૈટ ૩ અને ૧૩ કોમર્શિયલ નાના ઉપગ્રહો સાથે અંતરિક્ષ માટે રવાના થશે અને એ માટે આજથી મંગળવારથી ઉલટું કાઉન્ટડાઉન શરૂ કરી દેવાયું છે. શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડાશે.
ઇસરો દ્વારા કરાયેલા એક ટિ્વટ અનુસાર પીએસએલવી સી૪૭ એક્સએલ શ્રેણીમાં પીએસએલવીની આ ૨૧મી ઉડાન હશે. આ શ્રીહરિકોટા સ્થિત એસડીએસસીથી ૭૪મું પ્રક્ષેપણ યાન મિશન હશે. કાટરેસૈટ-૩ ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લેવાની ક્ષમતાથી સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. આ ૫૦૯ કિલોમીટર ઉંચાઇ પર સ્થિત કક્ષામાં ૯૭.૫ ડિગ્રી પર સ્થાપિત કરાશે. ભારતીય અંતરિક્ષ વિભાગના ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) સાથે થયેલા એક કરાર અંતર્ગત પીએસએલવી પોતાની સાથે અમેરિકાના ૧૩ કોમર્શિયલ નાના ઉપગ્રહોને સાથે લઇ જશે.