PoKના શિક્ષકોની ચુંટણી કાર્ય સહિત સરકારના તમામ કર્તવ્યોનો બહિષ્કારની ધમકી
મુઝફફરાબાદ: ગત એક અઠવાડીયાથી પગાર વધારાની માંગને લઇ આંદોલન કરી રહેલ સેંકડો શિક્ષકોએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેના મુઝફફરાબાદ શહેરમાં પોતાનો વિરોધ પ્રદર્શન તેજ કરી દીધો છે ચુંટણી કાર્ય સહિત સરકારના તમામ કર્તવ્યોનો બહિષ્કાર કરવાની ધમકી આપતા સેંકડો શિક્ષકોએ માર્ગ પર ઉતરી સરકારથી પોતાની માંગોને પુરી કરવાની માંગ કરી છે.
એક પ્રદર્શનકારીએ કહ્યુ ંકે આ અમારો પ્રાથમિક અધિકાર છે અમે ઇચ્છીએ છીએ કે પગાર વધારો થાય જાે આમ નહીં થાય તો સ્કુલ બંધ રહેશે અમે કિંગ મેકરની સાથે સાથે શાસકોના વિધ્વંસક છીએ જાે તમે અમારી માંગોને નહીં સાંભળો તો તમને ખુબ મુશ્કેલી થશે તમે પોતાની સામાન્ય ચુંટણી ભુલી જશો.
ઇમરાન ખાનની સરકારને ગંભીર પરિણામોની ધમકી આપતા પ્રદર્શનકારીઓમાંથી એકે કહ્યું કે અમે ફકત સ્કુલોને બંધ કરીશું એટલું જ નહીં માર્ગને અવરોધીશું સરકાર માટે આ સ્થિતિથી દુર રહેવા માટે કોઇ જગ્યા છોડવામાં આવશે નહીં અમે સરકારના તમામ કર્તવ્યોનો બહિષ્કાર કરીશું જેમાં શિક્ષણ બ્લોક કાર્ય ચુંટણી કાર્ય બોર્ડ કાર્ય સામેલ છે. એક અન્યે કહ્યું કે જયાં સુધી અમારા અધિકાર નહં મળે એ અમારા કર્તવ્યોને ફરીથી શરૂ કરીશું નહીં આ ગેરકાનુની માંગ નથી એ એક યોગ્ય વધારાની માંગ કરી રહ્યાં છે
પ્રદર્શનકારીઓ માર્ગો ઉપર પગાર વધારાના સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. આ દરમિયાન ભારે સંખ્યામાં તહેનાત પોલીસે લાઠીચાર્જ કર્યો અને પ્રદર્શનકારીઓને ભગાડવા માટે વાટર કેનનની સાથે સાથે ટીયરગેસના સેલ છોડયા હતાં ગત મહીને પોલીસે પ્રદર્શનકારીઓ પર બળ પ્રયોગ કરવા અને ટીયરગેસનો ઉપયોગ કરવાનો સહારો લીધો હતો કારણ કે અનેક શિક્ષકોએ પોતાના વિભાગની નવી નિયમિતીકરણ નીતિના વિરોધમાં વડાપ્રધાન ઇમરાન ખાનના બેનિગાલા ખાતે નિવાસની પાસે વિરોધ પ્રદર્શન કર્યા હતાં.