પીઓકેને હાંસલ કરવાનું અને બલુચિસ્તાનને આઝાદ કરવાનું ભુલી જાવઃસુબ્રમ્ણયમ સ્વામી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Subramanian-Swamy-1024x768.jpg)
નવીદિલ્હી: ભાજપથી નારાજ ચાલી રહેલ રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યાં છે અનેકવાર તેમણે ટ્વીટ કરી સરકારની નીતિઓની ટીકા કરી છે ચીન અને પાકિસ્તાનના મુજ્જા પર ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલ પગલાને લઇને પણ સ્વામી પરેશાન છે હવે તેમણે કહ્યું કે પીઓકેને હાંસલ કરવા અને બલુચિસ્તાનને આઝાદ કરવાની વાત હવે ભુલ જવી જાેઇએ
એક ટિ્વટર યુઝરે ટ્વીટર પર સ્વામીએ એક મીડિયા રિપોર્ટને હવાલો આપતાં કહ્યું કે ચીન ભારત અને પાકિસ્તનની વચ્ચે તાજેતરના દિવસોમાં થયેલ વાતચીતથી ખુશ છેના જવાબમાં તેમણે ટ્વીટ કર્યું કે હવે ભારતને પીઓકેને હાંસલ કરવાનું અને બલુચિસ્તાનને આઝાદ કરવાનું ભુલી જવું જાેઇએ સ્વામી ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની સાથે કરવામાં આવી રહેલ સંયુકત અભ્યાસને લઇને પણ નારાજ છે.
તઝાકિસ્તાનના દુશાંબેમાં થઇ રહેલ હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે થશે પરંતુ બંન્ને જ દેશની વચ્ચે વાતચીતનો કોઇ કાર્યક્રમ નથી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારતની સાથે હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં કોઇ પણ બેટકને અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી અને ન તો વિનંતી કરવામાં આવી છે.
તાજેતરમાં સ્વામીએ ચીન અને પાકિસ્તાનના મુદ્દા પર સરકાર પર ટીપ્પણી કરી હતી તેમણે કહ્યું હતું કે મોદી સરકાર દોસ્ત ગુમાવવા અને
દુશ્મનો વધારવાના નુસખા પર પુસ્તક લખે ભાજપ સાંસદે ટ્વીટ કરવામાં આવ્યું હતું કે મોદી સરકારને ડેલ કારનેજની પુસ્તક હાઉ ટૂ વિન ફ્રેડ્સ એન્ડ ઇન્ફલુએસ ધ પીપીલના જવાબમાં હાઉ ટૂ લુજ ફ્રેડ્સ એન્ડ એનકરેજ એનિમિજ નામથી પુસ્તક લખવું જાેઇએ આ સાથે જ કહ્યું કે અમે ચીન અને પાકિસ્તાનનો પ્રોત્સાહન આપી રહ્યાં છીએ પરંતુ નેપાળ ભુતાન અને શ્રીલંકા જેવા દોસ્તોને ભુલી રહ્યાં છીએ
એ યાદ રહે કે કેટલાક દિવસ પહેલા સ્વામીએ કોરોના વેકસીનને લઇને પણ સવાલ ઉભા કર્યા હતાં તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટ અનુસાર રસીકરણ બાદ ૭૧ લોકોના મોત થયા છે જેમાંથી ૭૦એ ઓકસફોર્ડ એઝેડ વેકસીન લગાવી હતી તેનું ઉત્પાદન સીરમ ઇસ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.