પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે ટેનાક્સ ઇન્ડિયા સ્ટોન પ્રોડક્ટ્સના 70% શેર ખરીદવા સમજૂતી કરી
એડહેસિવ્સ, સીલન્ટ, કન્સ્ટ્રક્શન કેમિકલ્સ, કન્ઝ્યુમર એડહેસિવ અને સ્પેશિયાલ્ટી કેમિકલ્સની અગ્રણી ઉત્પાદક પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પીડિલાઇટ)એ અંદાજે રૂ. 80 કરોડ (આ સોદો પૂર્ણ થાય ત્યારે વાસ્તવિક કાર્યકારી મૂડી અને રોકડ પર નિર્ભર)માં ટેનાક્સ ઇન્ડિયા સ્ટોન પ્રોડક્ટ્સ લિમિટેડ (ટેનાક્સ ઇન્ડિયા)ની 70 ટકા શેર મૂડી એક્વાયર કરવા ટેનાક્સ એસપીએ (ટેનાક્સ ઇટાલી) સાથે સમજૂતી કરી છે.
ટેનાક્સ ઇટાલી માર્બલ, ગ્રેનાઇટ અને સ્ટોન ઉદ્યોગ માટે એડહેસિવ્સ, કોટિંગ, સર્ફેસ ટ્રીટમેન્ટ કેમિકલ્સ અને એબ્રેસિવ્સની અગ્રણી ઉત્પાદક છે. વર્ષ 2005માં રચાયેલી ટેનાક્સ ઇન્ડિયા એ ટેનાક્સ ઇટાલીની પેટાકંપની છે, જે ભારતમાં રિટેલ બજાર માટે ટેનાક્સ ઇટાલીનાં ઉત્પાદનોનાં વેચાણ અને વિતરણમાં સંકળાયેલી છે.
પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભારત પુરીએ કહ્યું હતું કે, “આ એક્વિઝિશન પીડિલાઇટને માર્બલ અને સ્ટોન ઉદ્યોગ માટે સૌથી વધુ ઝડપથી વિકસતા એડહેસિવ્સ, કોટિંગ્સ અને સર્ફેસ ટ્રીટમેન્ટ કેમિકલ્સ માર્કટેમાં કામગીરી વધારવામાં મદદરૂપ થશે તેમજ ઉત્પાદન પ્લાન્ટમાં રોકાણ કરીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી લાવશે.”
ટેનાક્સ એસપીએનાં ગ્રૂપ પ્રેસિડન્ટ શ્રી ઇગિનો બોમ્બાનાએ કહ્યું હતું કે, “અમે પીડિલાઇટ અને ટેનાક્સ એસપીએ વચ્ચેની પાર્ટનરશિપને લઈને ખુશ છીએ, જેથી ભારત અને પડોશી સાર્ક દેશોનાં બજારમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં રિટેલ બજારમાં કામગીરીને મજબૂત કરશે.”
એક્વિઝિશન પછી ટેનાક્સ ઇન્ડિયા પીડિલાઇટની પેટાકંપની બનશે. પીડિલાઇટ દ્વારા આ એક્વિઝિશન ટેનાક્સ ઇન્ડિયાને ભારત અને સાર્ક દેશોનાં બજારમાં પીડિલાઇટની વેચાણ, વિતરણ અને માર્કેટિંગ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. ટેનાક્સ ઇટાલી એ ટેનાક્સ ઇન્ડિયામાં પાર્ટનર (30 ટકા હિસ્સા સાથે) તરીકે જળવાઈ રહેશે તથા ભારત અને સાર્ક દેશનાં બજારમાં માર્બલ, ગ્રેનાઇટ અને સ્ટોન વ્યવસાયની એની ટેકનિકલ અને બજારની સમજણ દ્વારા ટેનાક્સ ઇન્ડિયાને સંપૂર્ણ સાથસહકાર આપશે.