પીરાણા અગ્નિકાંડ : કેમિકલ ફેક્ટરીના માલિકની પાંચ કલાક પુછપરછ
અમદાવાદ: શહેરના પીરાણા પીપળજ રોડ પર કેમિકલ ગોડાઉનમાં સર્જાયેલ અગ્નિકાંડ ઘટનામાં બીજા દિવસે પણતપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો પોલીસે એફએસએલના અધિકારીઓને સાથે રાખીને પાંચ કલાક સુધી તપાસ કરી હતી. ઘટના સ્થળેથી એફએસએલની ટીમે કેમિકલના નમુનાઓ લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
એ યાદ રહે કે કેમિકલ ગોડાઉનમાં વિસ્ફોટ અને ત્યારબાદ કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી તેમજ પ્રચંડ બ્લાસ્ટના કારણે ચાર ગોડાઉનની છત ધરાશાયી થઇ હતી જેમાં ૧૨ લોકોના મોત થયા હતાં આ ઘટનાની તપાસ પણ બીજા દિવસે ચાલુરહી હતી અને પોલીસે કેમિકલ ફેકટરીના માલિક હિતેશ સુતરિયાને સાથે રાખી તપાસ કરી હતી.
આ ઘટના અંગે ડિવિઝનના એસીપી મિલાપ પટેલે જણાવ્યું કે આગ લાગી હતી તે ઘટના સ્થળનું એફએસએલ અને અન્ય ટીમ સાથે પંચનામુ કરવામાં આવ્યું છે. ઘટના અંગે એફએસએલ રિપોર્ટ બાબતે તપાસ બાદ બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવશે ઘટના સ્થળમાં કેમિકલનો કયો જથ્થો કયા છે અને કંઇ રીતે ઉપયોગ થાય છે તે અંગે તપાસ કરવામાં આવી છે.
બુધવારે પણ એફએસએલની ટીમે કેટલાક નમુનાઓ લીધા હતાં અને બીજા દિવસે પણ ઘટના સ્થળે પાંચ કલાક સુધી તપાસ કરી સ્થળ પરથી નમુનાઓ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને ક્ષમ અને રોજગાર વિભાગની ટીમ પણ અહી ંતપાસમાં જાેડાઇ હતી.ફેકટરીના માલિકો દ્વારા કેટલીક માત્રામાં શ્રમિકોને રાખવામાં આવે છે શ્રમિકો માટે નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસ કરી હતી આ સાથે જીપીસીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા હતાં.
મહત્વની વાત છે કે સમગ્ર મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સ્પષ્ટ જાેવા મળી રહી છે અનેકવાર ફાયર એનઓસીને લઇ તપાસનું નાટક કરતા અધિકાઈ ઓ ઘટનામાં જાણે ઉધતા ઝડપાયા હોય તેવું જાેવા મળી રહ્યું છે.