પીરાણા બાયોમાયનીંગના વર્ક ઓર્ડર ઈસ્યુ કરવા સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂઆત
બહેરામપુરા પાર્ટી પ્લોટને “બદરૂદ્દીન શેખ” પાર્ટી પ્લોટ નામ આપવામાં આવ્યું
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની સ્ટ્રીટ લાઈટો પર મૂકવામાં આવેલી “રેકીટ્રીફાઈ” સ્વીચો બરાબર કામ કરતા નથી. પીરાણા ડમ્પીંગ સાઈટ બાયોમાયનીંગ માટે જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં ખૂબ જ ઓછા ભાવ મળ્યા હોવાથી નવા કોન્ટ્રાક્ટરોને તાકીદે વર્ક ઓર્ડર આપી કોર્પાેરેશનને વધુ આર્થિક ન થાય તેનું ધ્યાન રાખવા માટે રજૂઆત થઈ હતી. ત્યારે કોંગ્રેસના કોર્પાેરેટર બદરૂદ્દીનભાઈ શેખના નામને પાર્ટી પ્લોટ સાથે જાેડવામાં આવ્યું છે.
મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીની બેઠકના ઝીરો અવર્સ દરમ્યાન સભ્ય જતીનભાઈ પટેલે પીરાણા ડમ્પીંગ સાઈટ બાયોમાઈનીંગ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ બાયોમાઈનીંગ માટે ટ્રો-મીલ મશીન દીઠ રૂા.૬.૪૦ લાખના ભાવથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે એક હજાર મે.ટન માટે રૂા.૨૨ લાખનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. જૂની દરખાસ્તમાં એક જ કોન્ટ્રાક્ટરના ભાવથી બીજા કોન્ટ્રાક્ટરોને પણ કામ આપવાની વિચિત્ર શરત હતી. જ્યારે નવા જાહેર થયેલા ટેન્ડરમાં અગાઉ કરતા ૫૦ ટકા ઓછા ભાવ આપ્યાં છે. તથા ટેકનીકલ સક્ષમ હોય તેવા કોન્ટ્રાક્ટરોને જ ક્વોલીફાય કરવામાં આવ્યાં છે. હાલ ચાલી રહેલા કોન્ટ્રાક્ટર કરતા અડધા ભાવ આવ્યા હોવાથી નવા વર્ક ઓર્ડર તાકીદે ઈસ્યુ કરવા જરૂરી છે. જેના કારણે કોર્પાેરેશનને ઘણો જ આર્થિક ફાયદો થઈ શકે છે. મ્યુનિ.સ્ટ્રીટલાઈટોમાં લગાવવામાં આવેલી “રેક્ટ્રીફાય” સ્વીચ બરાબર કામ કરતી નથી. અંધાર-અજવાળાને ધ્યાનમાં રાખી સ્વીચ ફીટ કરવામાં આવી છે.
પરંતુ તેમાં ટાઈમીંગ જળવાતા નથી. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંતર્ગત ફેરીયાઓને ઓળખપત્ર આપવામાં આવે છે. પરંતુ તેમાં જે તે વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. જેના કારણે ફેરીયાઓ માટે મનપસંદ પ્રવાસ થઈ જાય છે. મ્યુનિ.કોર્પાેરેશને જે તે રોડની પહોળાઈ અને વસ્તી ગીચતાને ધ્યાનમાં લઈને ફેરીયાઓને ધંધો કરવા માટે કાર્ડ આપવા જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ જગતપુર રેલવે ક્રોસીંગ ખાતે રૂા.૬૬ કરોડના ખર્ચથી રેલવે ફ્લાય ઓવર તૈયાર થશે. જેમાં રેલવે વિભાગ ૫૦ ટકા ખર્ચ કરશે. બહેરામપુરા, દાણીલીમડા અને શાહીબાગ વિસ્તારમાં રૂા.૧૭ કરોડના ખર્ચથી રસ્તા રીસરફેસ કરવામાં આવશે. શહેરના મ્યુનિ.કોમ્યુનીટી હોલ, પાર્ટી-પ્લોટ તથા બગીચાના નામકરણ કરવામાં આવ્યાં છે. વાડજ કોમ્યુનીટી હોલને પૂર્વ મેયર “જાેઈતારામ” કોમ્યુનીટી હોલ, વાસણા કોમ્યુનીટી હોલને “પ્રફુલભાઈ બારોટ” બહેરામપુરા પાર્ટી પ્લોટને “બદરૂદ્દીન શેખ” પાર્ટી પ્લોટ, સૈજપુર ગાર્ડનને “સ્વ.નરેશભાઈ નાંદોલીયા” ગાર્ડન તથા બોડકદેવ વિસ્તારના સીતાવન ફાર્મ રોડને “જૈન આચાર્ય શ્રી જયઘોષ સુરી” માર્ગ નામ આપવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.