પીલીભીતમાં રોડવેઝ બસ અને પિકઅપ વાન વચ્ચે ટકકર થતાં 7ના મોત
પીલીભીતમાં થયેલ રોડ અકસ્માત પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યકત કરી તપાસના આદેશ આપ્યા
પીલીભીત, ઉત્તરપ્રદેશના પીલીભીત ખાતે રોડવેઝની બસ અને પિકઅપ ગાડી વચ્ચે ભીષણ ટકકર થઇ ગઇ હતી. ટકકર બાદ રોડવેઝની બસ પલટી ગઇ હતી. આ દુર્ધટનામાં સાત લોકોના મોત થયા છે આ અકસ્માતમાં ૨૪ લોકોને ઇજા થઇ હોવાના અહેવાલો છે. પુરનપુર પોલીસ સ્ટેશષન હેઠળ આવતા નેશનલ હાઇવે પર આ અકસ્માત થયો હતો અકસ્માતની જાણ થયા બાદ પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને ઇજા પામેલાઓને પીલીભીત જિલ્લા હોસ્પિટલમં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અમૂક લોકોને બરેલી પણ લઇ જવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રોડવેઝની બસ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌથી પીલીભીત જઇ રહી હતી આ દરમિયાન પુરનપુર વિસ્તારમાં પિકઅપ વાહન સાથે તેની ટકકર થઇ ગઇ હતી અકસ્માત એટલો જાેરદાર હતો કે બસ રોડ પર પલટી ગઇ હતી.આ દરમિયાન એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું જયારે અન્ય છ લોકોના મોત હોસ્પિટલમાં થયા હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર રોડવેઝની બસ મુસાફરોને લઇને લખનૌથી પીલીભીત જઇ રહી હતી જયારે પીકઅપ ગાડી પુરનપુર તરફથી આવી રહી હતી અચાનક સોહરામઉની બોર્ડર પર અકસ્માત થયો હતો અકસ્માત બાદ બસ પલ્ટી ગઇ હતી.બસ પલટતા અનેક મુસાફરો દબાઇ ગયા હતાં.
જયારે પીકઅપમાં જે લોકો સવાર હતાં તેમને ઇજા પહોંચી હતી તમામને સારવાર માટે તાકિદે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.તમામને સારવાર માટે તાકિદે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં ડોકટરોએ સાત લોકોને મૃત જાહેર કરી દીધા હતાં નવ લોકોને જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અનેક લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. મૃતક અને ઘાયલોની કુલ સંખ્યા ૨૫ થઇ છે.બાકી અમુક લોકોને નાની ઇજા પહોંચી છે. મોટાભાગના લોકો પીલીભીત અને તેની આસપાસના લોકો છે.
બીજી તરફ પીલીભીતમાં થયેલ રોડ અકસ્માત પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યકત કર્યું છે. યોગીએ ઉચ્ચ અધિકારીઓને તાકિદે ઘટના સ્થળે પહોંચવાની અને ઘાયલોને તમામ મદદ કરવાનો આદેશ આપ્યો છે.HS