પીલુદા તાલુકા પંચાયતના પેજ પ્રમુખો કમીટી ના સભ્યોની મીટીંગ યોજાઈ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ ખાતે આવેલ વારાહી શક્તિ પીઠ મંદિર ખાતે આજે પીલુદા તાલુકા પંચાયત ના પેજ પ્રમુખો કમીટી ના સભ્યો ની મીટીંગ યોજાઈ હતી .
પ્રાંતિજ ના પોગલુ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની આવનારી ચુંટણી ને લઈને પીલુદા તાલુકા પંચાયત ના પેજ પ્રમુખો તથા કમિટી ના સભ્યો ની મીટીંગ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર ની અધ્યક્ષ તા યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપા ઉપપ્રમુખ રણજીત સિંહ રાઠોડ , અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ મહામંત્રી મહંત સુનિલ દાસજી મહારાજ , મોયદ જિલ્લા પંચાયત પેજ પ્રમુખ ઇન્ચાર્જરાજુભાઈ પટેલ ,
પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ નિર્ભય સિંહ રાઠોડ , તાલુકા મહામંત્રી અર્જુન સિંહ મકવાણા અને લલીતભાઈ પટેલ , ચૂંટણી ઇન્ચાર્જ કુણાલભાઈ પટેલ , જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા પ્રમુખ રણજીતસિંહ રાઠોડ , તાલુકા પંચાયત સદસ્ય ડાયાજી મકવાણા , જિલ્લા ભાજપા કિસાન મોરચાના ઉપપ્રમુખ રમેશભાઇ પટેલ, પોગલુ ગામ ના સરપંચ રમીલાબેન પટેલ, કિશનસિંહ તથા તમામ પેજ પ્રમુખો અને તાલુકાના હોદ્દેદારો તથા તમામ સક્રિય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સભા સંચાલન અનુજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું .