પીવાના પાણીના આધુનિક ઉપકરણોની સામે હજુ અડીખમ રહેલું માટલું
પાટણના બજારમાં રંગબેરંગી માટલાનું ધુમ વેચાણ
માટલાનું ઠંડુ પાણી પીવાથી ગમે તેટલી ગરમીહોય પણ પાણી પીવાથી તરસ છીપાઈ જાય છે
પાટણ, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાટણ શહેરના બજારોમાં વિવિધ પ્રકારના માટલાઓના ઢગ ખડકાયેલા જાેવા મળી રહયા છે. સમય ભલે બદલાયો હોય પરંતુ લોક માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખે તે બતાવે છે. માટલાની માંગ એટલી જ જળવાઈ રહી છે.ગરમીમાં માટલાના પાણીથી તરસ છીપાઈ જાય છે. ત્યારે પાટણ શહેરનાં અનેક વિસ્તારોમાં અવનવા માટલાની શહેરીજનો ખરીદી કરી રહયા છે.
ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાટણ શહેરના આનંદ સરોવર સહીત અન્ય માટલાનું ઠંડુ પાણી પીવાથી ગમે તેટલી ગરમીહોય પણ પાણી પીવાથી તરસ છીપાઈ જાય છે વિસ્તારોમાં લોકો અલગ અલગ શહેરોમાંથી વિવિધ પ્રકારના માટલાઓના વેચાણ અર્થે આવતા હોય છે. જાે કે આ માટલાઓની સાથે દેશી માટલાઓની માંગ એટલી જ છે. હાલમાં ખાસ કરીને વિવિધ પ્રકારના માટલા પૈકી રાજસ્થાની માટલા રૂા.પ૦ થી ૧૩૦ના ભાવે વેચાઈ રહયાં છે.
જયારે મોરબી-થાનની બનાવટના અવનવી ડિઝાઈનવાળા માટલા રૂા.૧પ૦ થી ૩૦૦ ના ભાવે મળે છે. તો વેડા વિસ્તારના માટલા રૂા.પ૦થી ૧૬૦ ના ભાવે ઉપલબ્ધ થઈ રહયા છે. ગત વર્ષની સરખામણીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતાં માટલાના ભાવમાં ૧૦થી૧પ ટકાના વધારો થયો હોવાનું વેપારી જણાવી રહયો છે. તેવું માટલાના વેપારીઓ જણાવી રહયા છે.