Western Times News

Gujarati News

પીસાલ ગામે વિવાદિત RCC માર્ગ ખુલ્લો કરવાનો નામદાર કોર્ટે હુકમ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી

અરવલ્લી:અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના પીસાલ ગામે ગામમાં પ્રવેશવાનો સી.સી રોડ ગામનાજ ઈસમે બંધ કરી દેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને અંતે બે વર્ષ બાદ નામદાર કોર્ટે બંધ કરાયેલ રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરતા ગ્રામજનોએ અવાવરો બનેલો રસ્તો ખુલ્લો કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

મેઘરજના પીસાલ ગામે માલપુર રામગઢી રોડથી  પ્રજાપતિ ફળીને જોડતો સી.સી.રોડ સરકાર ધ્વારા બનાવવામાં આવ્યો હતો જે માર્ગ ગામનાજ એક ઈસમના ખેતરને અડીને આવેલ હોવાથી આ માર્ગમાં લાકડા,બાવળીયા અને કાંટાના અવરોધથી બંધ કરી દેવાયો હતો જેમાં ગ્રામજનોને અને પ્રા.શાળામાં જતા બાળકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવતા ગ્રામજનોએ ઈપલોડા પંચાયતનો સહારો લઈ નામદાર કોર્ટનો ધ્વાર ખખડાવ્યા હતા.

અંતે બે વર્ષ બાદ મેઘરજ પ્રીન્સીપાલ સીવીલ કોર્ટે વાદી અને પ્રતિવાદીઓની તકરારો સાંભળી બંધ કરાયેલ વિવાદિત માર્ગમાં અવરોધ કરી મુકેલ બાવળના લાકડા અને કાંટા દીન દસમાં વાદીએ સ્વખર્ચે દુર કરી રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કર્યો હતોતે સંદર્ભે ઈપલોડા પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટી સ્ટાફ તેમજ ગ્રામજનોની હાજરીમાં પ્રજાપતિ ફળી તરફ જતો બંધ કરાયેલ સી.સી.રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો વર્ષો જુના રસ્તાના વિવાદનો અંત આવતા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.