Western Times News

Gujarati News

પીસીઓડીની સમયસર સારવાર ના કરવાને કારણે સ્ત્રીઓમાં વ્યંધત્વનો શિકાર બને છે

આંતરરાષ્ટ્રિય મહિલા દિન પ્રસંગે  ઓએસિસ ફર્ટિલિટીમાં PCOD ક્લિનિકનો પ્રારંભ- વિશ્વ સહીત ભારત દેશમાં મહિલાઓમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલી પીસીઓડીની સમસ્યા : ડો. સુષ્મા બક્ષી

દૈનિક જીવનશૈલી માં આવી રહેલા ફેરફારોને કારણે ભારત અને વિશ્વના અનેક દેશોમાં છેલ્લા ત્રીસેક વર્ષથી  યુવતીઓ અને મહિલાઓમાં પીસીઓડીની  સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ રોગમાં સપડાયેલી કિશોરીઓને માસિક અનિયમિત આવવું, ચહેરા ઉપર ખીલ થવા સહિતની સમસ્યા જોવા મળે છે .

જેનો સમયસર ઈલાજ કરવામાં ના આવે તો લાંબા ગાળે આ રોગને કારણે સ્ત્રીઓને વ્યંધત્વ, ડાયાબીટીશ, બીપી,કેન્સર, જેવા રોગોનો શિકાર બનવું પડે છે. એક આંકડા અનુસાર આવા રોગોનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો હોવાથી વિશ્વ મહિલા દિવસે શહેરમાં ઓએસિસ ફર્ટિલિટી દ્વારા પીસીઓડી ક્લીનિકનો પ્રારંભ કરાવતા જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને ઓએસિસ ફર્ટિલિટીના સેન્ટર હેડ ડો સુષ્મા બક્ષીએ જણાવ્યું હતું કે જો સમયસરની સારવાર ન  કરવામાં આવે તો લાંબા ગાળે ઉદ્ભવનારી વિકરાળ સમસ્યાઓમાંથી બચી શકાય છે.

આ પ્રસંગે ઉપસ્થતિ ઓએસિસ ફર્ટિલિટીના સીઈઓ સુધાકર જાધવે જણાવ્યું હતું કે  હાલમાં ભારતના વિવિધ રાજ્યોમાં પીસીઓડીની સમસ્યા નું 9 ટકાથી લઈને 22 ટકા  જેટલો જંગી ઉછાળો વિવિધ રાજ્યોમાં જોવા મળે છે. મહિલાઓની 14 ટકા વસ્તી માત્ર ગુજરાતમાં જ પીસીઓડી ના રોગથી પીડાઈ રહી છે.

આમાં વધુ ચેતવણી સૂચક બાબત એ છે કે આ મહિલાઓ તેમની 18 થી 30 વર્ષની પ્રજનન વયમાં હોય છે.  આ કારણે તેમને આગળ જતા પ્રજનનની સમસ્યા ઉભી થઇ શકે છે . વડોદરામાં ફર્ટીલિટી સેન્ટર શરૂ કરવાના મુખ્ય કારણોમાંનું એક કારણ વંધ્યત્વ ધરાવતા યુગલોને માત્ર વધુ એક વિકલ્પ પૂરો પાડવાનું નથી,

પણ તેમને પૂરાવા આધારિત તથા પારદર્શક અને પ્રોટોકોલ આધારિત સારવાર પૂરી પાડવાનું છે. ઓએસીસ ફર્ટીલિટી ખાતે અમે પ્રોટોકોલ અને અલ્ગોરિઝમનું કડક પાલન કરીને તથા અદ્યતન અને આધુનિક ટેકનોલોજી અપનાવીને દર્દીની સારવાર કરતાં હોવાથી અમારી સફળતાનો દર ઉંચો રહે છે.

આ પ્રસંગે ડો સુષ્મા બક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે  મેદસ્વીતા, આર્થિક સામાજિક દરજ્જો, પરિવારમાં ઇતિહાસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ જેવા જોખમી પરિબળો પીસીઓડી સાથે સંકળાયેલા હોય છે.  વધુમાં તેમને જણાવ્યું હતું કે  પીસીઓડીમાં સામાન્યપણે હરસુટીઝમ, શરીર ઉપર ફોલ્લીઓ (એકન), ડીસમેનોરીયા અને ઓલિગોમેનોરીયા જેવા લક્ષણો જોવા મળે છે.

આ કારણોથી મુખ્યત્વે વંધ્યત્વની સમસ્યા ઉભી થાય છે અને તેની સાથે સાથે જીવનશૈલીમાં ફેરફાર થવાના કારણે પણ સમસ્યા વધુ વકરી છે, જેમાં મોટી ઉંમરે કરાતા લગ્ન, કામકાજી મહિલાઓની વધતી સંખ્યા અને ગર્ભધારણમાં વિલંબ તથા દારૂ અને તમાકુનો વધતો જતો વપરાશ, બેઠાડુ જીવનશૈલીની સાથે સાથે ફાસ્ટફૂડનો વધી રહેલો વપરાશ તથા મેદસ્વીતાનું અતિશય પ્રમાણ કારણરૂપ બને છે. વધુ શિક્ષિત મહિલાઓ મોડા લગ્ન કરવાનુ  અને મોડા ગર્ભધારણ કરવાનું પસંદ કરે છે.

આ મહિલાઓ પરિવારનું કદ નાનું રાખવામાં માને છે, કારણ કે તે પોતાની કારકીર્દિ અને કટિબધ્ધતામાં વ્યસ્ત રહે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે  “ઘણાં યુગલો સારવાર કરાવવામાં વિલંબ કરે છે. આવા યુગલોમાં 30 વર્ષની વય વટાવી ચૂકેલા યુગલોમાં એક-બે વખત પ્રયાસ કર્યા છતાં ગર્ભધારણ શક્ય ના બન્યું હોય તેવું બને છે. આવા યુગલોએ ઉત્તમ ક્લિનીકલ પરિણામો માટે મોડા વહેલાં આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલોજીસની સહાય લેવી જરૂરી બને છે.”

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) વિકસતા દેશોમાં દર 4માંથી 1 યુગલને વંધ્યત્વની અસર થતી હોય છે. ભારતમાં આશરે 27.5 મિલિયન યુગલ વંધ્યત્વની સમસ્યા ધરાવે છે. આમાંથી માત્ર 1 ટકા લોકો જ આગળ આવીને સારવાર કરવાનું પસંદ કરતાં હોય છે. આઈવીએફ/ફર્ટીલિટી સારવારમાં સફળતાના દર અંગે તેમની ઓછી જાણકારી હોવાથી આવું બને છે.

બાળકને જન્મ આપવાની મહિલાની વય દરમ્યાન બાળકોની સંખ્યાના આધારે એકંદર ફર્ટીલિટી રેટ નક્કી કરાય છે. આ દર 1990માં 3.9 હતો તે ઘટીને હાલની પરિસ્થિતિ પ્રમાણે 2013માં 2.3 થયો છે. એક અંદાજ મુજબ વંધ્યત્વ ધરાવતા યુગલોમાં મહિલાને લગતા પરિબળોને કારણે વંધ્યત્વનું પ્રમાણ 40 થી 50 ટકા જેટલું હોય છે. પુરૂષોના કારણે વંધ્યત્વનું પ્રમાણ વધતું જાય છે અને તે 35 થી 40 ટકા જેટલું થયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.