પીસીબીના લાંચિયા કલાસ-૧ અધિકારીની ધરપકડ કરાઇ
અમદાવાદ, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કલાસ ૧ અધિકારી ગિરિજાશંકર સાધુની ધરપકડ કરવામાં આવી છે ગિરજાશંકર સાધુ સામે એસીબીમાં અપ્રમાણસર મિલ્કતનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો જાે કે તે લાંબા સમયથી ફરાર હતાં આરોપી ગુજરાત પ્રદુષણ બોર્ડમાં કલાસ ૧ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો ૨૦૧૭માં તેની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ અપ્રમાણસર મિલ્કતનો ગુનો પણ દાખલ થયો હતો આ મુદ્દે પંચમહાલ એસીબીના અધિકારીઓ તપાસ ચાલી રહ્યાં હતાં.
આરોપી પાસેથી ૬૮ લાખરૂપિયાની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી આ કેસમાં એસીબી દ્વારા સીઆરપસી ૭૦ મુજબ વોરન્ટ મેળવીને કાર્યવાહી કરી હતી આ ઉપરાંત આરોપી પાસે ૩ અલગ અલગ રહેઠાણ હતાં અધિકારી ફરાર હોવાથી સ્થાનિક પોલીસની મદદ લઇ એસીબી દ્વારા તેને ઝડપી લેવા માટે કાર્યવાહી આરંભાઇ હતી. સ્થાનિક પીઆઇ ગીરજાશંકર સાધુના ઘરે પહોંચ્યા હતાં જાે કે ગીરજાશંકરે પોતે ગીરજા શંકર નહીં હોવાનું જણાવતા સમગ્ર મામલો ગુંચવાયો હતો જાે કે પીઆઇ દ્વારા એસીબી પાસેથી ફોટો અને વીડિયો મંગાવવામાં આવ્યો ત્યારબાદ તેની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી હાલ એસીબી દ્વારા તેની ધરપકડ કરીને તેની પાસે અન્ય બેનામી કેટલી સંપત્તી છે તે અંગે તપાસ ચલાવવામાં આવી છે.HS