પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમનો કોરોના રિપોર્ટ આવ્યો
કોરોના વાયરસ ભારતમાં ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. ગત ૨૪ કલાકની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સમેત અનેક મોટા નેતા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમના પુત્રી કાર્તિ ચિદમ્બરમનું નામ પણ જોડાયું છે. કાર્તિ ચિદમ્બરમાં પોતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી ટિ્વટ કરીને આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તે હાલ હોમ ક્વાૅરન્ટીન છે. અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.
અમિત શાહ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ રવિવારે કોરોના પોઝિટિવ મળ્યા. સાથે જ ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર સિંહ દેવનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાનીનું કોરોના વાયરસના સંક્રમણથી નિધન થયું છે.
બીજી તરફ સંક્રમિત થયા પછી કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ પણ કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમની તબિયત ઠીક છે. ઉત્તર પ્રદેશના ટેકનિકલ શિક્ષા મંત્રી કમલ રાનીનું બીજી તરફ રવિવારે કોવિડના કારણે હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રદેશમાં કોરોના કારણે કોઇ મંત્રીની મોત થઇ હોવાની અહીં આ પહેલી ખબર છે.