પી.ચિદમ્બરમને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: આઈએનએક્સ કેસમાં જેલ ભોગવી રહેલ પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી.ચિદમ્બરમને સુપ્રિમ કોર્ટેે આજે મોટી રાહત આપતા સુપ્રિમ કોર્ટે પૂર્વ નાણાંમંત્રીને રૂ.બે લાખના બોન્ડ ઉપર જામીન આપતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદને રદ કરતા દિલ્હી હાઈકોર્ટે આપેલ તમામ નિર્દેશને પણ રદ કર્યા છે.
સુપ્રિમ કોર્ટમાં પૂર્વ નાણાંમંત્રીએ કરેલ જામીન અરજીની સુનાવણી હાથ ધરતાં સુપ્રિમ કોર્ટે પી.ચિદમ્બરમની જામીન અરજી માન્ય રાખી છે. રૂ.બે લાખના બેન્ડ ઉપર પી.ચિદમ્બરમને જામીન મળતા આજે ૧૦૭ દિવસ બાદ જેલમાંથી તેઓ છૂટશે. અત્રે ઉલ્લેખનીય છે કે પી.ચિંદમ્બરમની ૧૦મી ઓક્ટોબરના રોજ આઈએનએક્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. દિલ્હી હાઈકોર્ટમાં કરેલ જામીન અરજી ફગાવી દીધા બાદ સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.