Western Times News

Gujarati News

પી. ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર

પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. અહીં તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે ચિદમ્બરમના પત્ની નલીની અને દીકરો કાર્તિ પણ હાજર છે. અહીં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ ટીમે ચીદમ્બરમની પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી અંગે ચિદમ્બરમને હાજર કરાયા એ સાથે તેમણે સાંકડી કોર્ટ અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘જે પ્રકારે મારી ધરપકડમાં ઉત્સાહ દર્શાવાયો હતો એ જોતાં મને હતું કે મોટી અદાલતમાં કાર્યવાહી થશે’ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે,

આ મામલે આરોપી કાર્તિ ચિદમ્બરમ છે. તેમને માર્ચ 2018માં દિલ્હી હાઈકોર્ટથી જામીન મળી ગયા છે. અન્ય આરોપીઓને પણ જામીન મળી ગયા છે.સિબ્બલે દલીલ કરી કે, ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી 6 સચીવો દ્વારા આપવામાં આવે છે. કોઈની પણ આમ ધરપકડ ન કરી શકાય. આ દસ્તાવેજી કેસ છે.

ચિંદમ્બરમ ક્યારેય તપાસથી નથી ભાગ્યા.સિબ્બલે કહ્યું- ગઈ રાતે સીબીઆઈએ કહ્યું કે, તેઓ ચિદમ્બમરની પૂછપરછ કરવા માંગે છે. આજે બપોરે 12 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી નથી. સીબીઆઈએ માત્ર 12 સવાલ પૂછ્યા છે. અત્યાર સુધી તેમને એ ખબર હોવી જોઈએ કે તેમને શું સવાલ પૂછવા છે. તેમણે એવા સવાલો પૂછ્યા છે જેને ચિદમ્બરમ સાથે કોઈ લેવા-દેવા નથી.અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- સીબીઆઈનો કેસ માત્ર ઈન્દ્રાણી મુખરજીના નિવેદન અને એક કેસ ડાયરી પર આધારિતસિંધવીએ કહ્યું- જો તપાસ એજન્સી મને ફોન કરે અને હું ન આવું તો શું તેને તપાસમાં અસહયોગ કહેવાય?

જે જવાબ તેઓ સાંભળવા માંગતા હોય અને તે ન આપીએ તો તેને અસહયોગ કહેવાય? તેમણે માત્ર એક વાર ચિદમ્બરમને ફોન કર્યો હતો અને તેઓ ગયા હતા. તો આને શું અસહયોગ કહેવાય?સિંઘવીએ કહ્યું- કસ્ટડીમાં પૂછપરછનો અમે વિરોધ કરીએ છીએ. સીબીઆઈએ પુરાવામાં ચેડાનો કોઈ આરોપ નથી લગાવ્યો. ચિદમ્બરમ ભાગી જશે તેવું કોઈ જોખમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.