પી.યુ.સી. સેન્ટરને લગતી તમામ કામગીરી ઓનલાઇન થશે
પ્રદુષણ નિયંત્રણની કામગીરી ગુણવત્તા યુક્ત થશે- પર્યાવરણ દિવસની (બીટ એર પોલ્યુશન) થીમના ભાગરુપે કામગીરી હાથ ધરાઇ
આણંદ-મંગળવાર – ભારત સરકારના માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ ઇંફોર્મેટીક્સ સેન્ટર(એન.આઇ.સી.) પરામર્શમાં રહી પી.યુ.સી. મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. જે માટે આણંદ પી.યુ.સી. સેન્ટરને લગતી તમામ કામગીરી ઓનલાઇન કરવા બાબતે જણાવાયુ છે કે દિન પ્રતિ દિન વધતાજતા પ્રદુષણને નિયંત્રણમાં રાખવા માટે તમામ વાહનોના ડેટા બેઝ ડીઝીટલ કરવાના રહેશે. વાહન દ્વારા ફેલાતા પ્રદુષણને નિયંત્રણની કામગીરી ગુણવત્તા યુક્ત થાય તે માટે ભારતના તમામ રાજ્યોમાં આનો અમલ થનાર છે. તે માટે ગુજરાત રાજ્યમાં પી.યુ.સી. મોડ્યુલની અમલવારી આગામી તા. ૧/૭/૨૦૧૯ થી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
જેથી પોતાના પી.યુ.સી. સેન્ટરને લગતી તમામ માહિતી લઇને એ.આર.ટી.ઓ. કચેરીમાં આવા રેકર્ડ ઓનલાઇન કરાવી લેવા આણંદ જિલ્લામાં તમામ પી.યુ.સી. સેન્ટરોના સી.સી.ટી.વી. કેમેરામાં છેલ્લા ૬ માસના ફુટેજોના રેકર્ડીંગ સહીત તમામ વાહનના પી.યુ.સી. કર્યાનું રેકર્ડીંગ તથા વેબ કેમેરાની ફરજીયાત પણે નિભવણી કરવાની રહેશે . પી.યુ.સી. સેન્ટરમાં ઉપલબ્ધ પી.યુ.સી. મશીન કેલીબ્રેશન સર્ટીફીકેટ દર બે મહીને રીન્યુ કરવાનું રહેશે. ઉપરોક્ત વિષય બાબતે રૃબરૃ દસ્તાવેજો સહીત એ.આર.ટી.ઓ. અધિકારીને રૃબરૃમાં મળી ઓનલાઇન રેકર્ડ કરાવવાનું રહેશે જેથી આર.ટી.ઓ. કચેરીમાંથી યુઝરઆડી/પાસવર્ડ આપવામાં આવશે તેવુ આણંદ સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યુ છે.