પી વી સિંધુ અને યુ. વિમલ કુમારે બાળકોને ફિટનેસ અને બેડમિન્ટન ટિપ્સ આપી
PNB મેટલાઇફે બાળદિવસ પર યોજાયેલા વર્ચ્યુઅલ સેશનમાં -ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ એનજીઓના 150થી વધારે બાળકો કાર્યક્રમમાં સામેલ થયા
મુંબઈ, PNB મેટલાઇફ ઇન્સ્યોરન્સે એના એનજીઓ પાર્ટનર – ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ (CRY) સાથે 150થી વધારે બાળકો માટે ઇન્ટરેક્ટિવ ચેટ સેશનનું આયોજન કર્યું હતું, જેમાં BWF વર્લ્ડ ચેમ્પિયન, ઓલિમ્પિક મેડલિસ્ટ, પહ્મભૂષણ એવોર્ડવિજેતા અને PNB મેટલાઇફનાં બ્રાન્ડ એમ્બેસેડર પી વી સિંધુ તથા પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી, કોચ અને પ્રકાશ પાદુકોણે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ મેનેજમેન્ટના સ્થાપક યુ વિમલ કુમારે બાળકો સાથે વાત કરી હતી. આ મનોરંજક ચેટ શોનું સંચાલન PNB મેટલાઇફના એમડી અને સીઇઓ આશિષકુમાર શ્રીવાસ્તવે કર્યું હતું, જેઓ લાઇફ ઇન્સ્યોરન્સ લીડર હોવાની સાથે બેડમિન્ટનનો શોખ પણ ધરાવે છે.
જ્યારે સિંધુએ એમના ફિટનેસ રુટિન વિશે વાત કરી હતી, જેનાથી તેને લોકડાઉનના મહિનાઓ પછી ફોર્મ પાછું મેળવવામાં મદદ મળી હતી, ત્યારે કુમારે બાળકોને JBC બૂટકેમ્પના એપિસોડ જોઈને તેમના ગેમની ટેકનિક સુધારવા બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. JBC બૂટકેમ્પ યુટ્યુબ ચેનલ છે, જેમાં બેડમિન્ટનના વિવિધ નિષ્ણાતો પાસેથી કોચિંગ વીડિયો જોઈ શકાય છે.
PNB મેટલાઇફ બાળકોને જીવનના શરૂઆતના વર્ષોમાં રમતને અપનાવીને સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. કંપની એ સંદેશને પ્રોત્સાહન આપે છે – સ્વાસ્થ્ય અને ખુશી એક સિક્કાની બે બાજુ છે તથા પોતાના કર્મચારીઓ અને સમુદાયો એમ બંને માટે કેટલીક પહેલો હાથ ધરી છે. સિંધુ સાથે ચેટ સેશનનો ઉદ્દેશ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકવાનો હતો, ખાસ કરીને રોગચાળા દરમિયાન.
આશિષ કુમાર શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “PNB મેટલાઇફમાં અમે ટકાઉ સમુદાયોને પ્રોત્સાહન આપવામાં માનીએ છીએ તથા અમારા એનજીઓ પાર્ટનર્સ સાથે સંયુક્તપણે રોગચાળા દરમિયાન વર્ચ્યુઅલ પ્રેરણાત્મક અને કૌશલ્ય સંવર્ધન સેશન દ્વારા 1,000 વંચિત બાળકોને જોડ્યાં છે. અમને બાળ દિવસ પર બાળકોના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા તથા તેમના જીવનમાં આનંદ લાવવા પી વી સિંધુ અને યુ વિમલ કુમાર સાથે કામ કરવાની ખુશી છે.”
પી વી સિંધુએ કહ્યું હતું કે, “બાળ દિવસ પર તમામ યુવાન એથ્લેટ્સ અને આકાંક્ષી સાથે જોડાવાનો અનુભવ ઉત્સાહવર્ધક રહ્યો હતો. મને બાળકોને નવું શીખવવાનો ગર્વ છે. મને ઉત્સાહી અને નવું શીખવા આતુર બાળકોને તેમની બેડમિન્ટનની કુશળતાને વધારવાનો આનંદ પણ મળ્યો હતો. મારી એકમાત્ર ઇચ્છે તેમને રૂબરૂ મળવાની છે. આ વર્ષ આપણા બધા માટે પડકારજનક છે અને ખાસ કરીને બાળકો માટે, જેમને સતત પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર છે, પછી એ અભ્યાસ હોય કે સ્પોર્ટ્સ હોય. હું આ પ્રસંગે મને આમંત્રણ આપવા બદલ PNB મેટલાઇફનો આભાર માનું છું અને કંપનીની સારી કામગીરીની પ્રશંસા કરું છું. હું બાળકોને સંદેશ આપું છું કે – ઘરમાં રહો, સલામત રહો અને સતત પ્રેરણા મેળવો.”
યુ. વિમલ કુમારે ઉમેર્યું હતું કે, “હું બાળકોને નિયમિત પ્રેક્ટિસ કરવાની સલાહ આપું છું, પછી ભલે એ વર્ચ્યુઅલ હોય. તેમને તેમની રમત શક્ય હોય એટલી સુધારવા હું ભલામણ પણ કરું છું. ફિઝિકલ ગેમ્સની ગેરહાજરીમાં બાળકો માટે ઓનલાઇન શીખવું મહત્ત્વપૂર્ણ છે, પણ તેમણે વર્ચ્યુઅલ ગેમ્સમાં સિલેક્ટિવ બનવું પડશે. મારું સૂચન છે કે તેમણે JBC બૂટકેમ્પ અને બેડમિન્ટનના પ્રોફેશનલ ખેલાડીઓ પાસેથી ટ્યુટોરિયલ્સને અનુસરવા જોઈએ. એનાથી તેમને લાંબા ગાળે મદદ મળશે.”
PNB મેટલાઇફની CSR પહેલો વિવિધ પહેલો દ્વારા વંચિત બાળકો અને મહિલાઓને સક્ષમ બનાવવા આતુર છે, જેમાં કૌશલ્ય સંવર્ધન તથા નાણાકીય અને શારીરિક સુખાકારીને જાળવવાની બાબત સામેલ છે. PNB મેટલાઇફની પ્રમોટર કંપની મેટલાઇફે શરૂ કરેલા ‘90 ડેઝ ઓફ ગિવિંગ’ કેમ્પેનના ગ્લોબલ એજન્ડાને આગળ વધારવા કંપનીએ એના એનજીઓ પાર્ટનર્સ – CRY, નન્હી કલી, દ્રષ્ટી અને લિટલબેગહેલ્પ સાથે એમ્પ્લોયી એંગેજમેન્ટ CSR પ્રવૃત્તિ શરૂ કરી હતી – જેમાં PNB મેટલાઇફના કર્મચારીઓ મનોરંજક અને યુટિલિટી-આધારિત ઓનલાઇન સત્રોનું વિવિધ વિષયો પર લાભાર્થીઓ સાથે આયોજન કશે, જે તેમની જાણકારી વધારે છે અને તેમને યોગ્ય નાણાકીય નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે.