પુંછમાંથી મોર્ટરોનો જથ્થો મળી આવ્યો
જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી દીધા બાદ સમગ્ર રાજયમાં ભારતીય જવાનો અને સ્થાનિક પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેના પરિણામે આંતકવાદી ઘટનાઓ અંકુશમાં આવી ગઈ છે અને આંતકવાદી ગતિવિધિ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ દરમિયાનમાં ભારતીય સેનાના જવાનોએ પુંછ જિલ્લાના બાલાકોટ પાસેથી જમીનમાં દાટેલા વિસ્ફોટક મોર્ટરોના જથ્થાને શોધી કાઢતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબુદ કરાયા બાદ પાકિસ્તાન દ્વારા વારંવાર યુધ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહયો છે અને સરહદી ગામડાઓમાં મોર્ટર મારો કરવામાં આવી રહયો છે.