પુંસરી ગામે આવેલ વર્ષો જુની ટાંકી ખૂબ જ ગંભીર અવસ્થામાં ગામ વાસીઓમા ભયનો માહોલ
(પ્રતિનિધિ) હરસોલ, તલોદ તાલુકા નુ પુંસરી ગામ જે આંતરાષ્ટીટ્રય ક્ષેત્રે તેની વિવિધ પ્રકારના કામગીરી ના કારણે અથવા ગામની સુવિધા ના કારણે સમગ્ર વિશ્વમાં તેની ગણતરી થાય છે આજ ગામ મા આવેલ વર્ષો જુની પાણી ની ટાંકી ખૂબ જ ગંભીર અવસ્થામાં જોવા મળી રહી છે આ જો ટાંકીને જો અચાનક તુટી પડે તો ખૂબ જ મોટી દુર્ઘટનાનો નો ભોગ લોકો બને તેમ છે. આ નુકસાન મા તેમજ ઢોર -ઢાંકર, લોકો ના મકાનો, જેવી ગામની સુવીધા રૂપ અનેક માલ મિલકત ને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન ની ગણતરી સેવાઈ રહી છે ગામ લોકો એ અનેક રજૂઆતો ગ્રામ પંચાયત મા કરી તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોતી નથી એટલે કે ગ્રામ પંચાયત ના અધિકારી ઓ આવિ દુર્ઘટના ની સર્જાઈ તેની રાહ જોઈ ને બેસી રહ્યૂ છે. ગામના પૂર્વ સરપંચે હિંમાશુભાઈ પોતાની ગામની દરેક પ્રકારની ની દેખરેખ રાખતા હતા પરંતુ જ્યાર થી સરપંચ બીજા વ્યક્તિ ચુંટાયા ત્યાર થી ગામ મા તેની પ્રાથમિક સેવા ઓ પણ મલી રહેવા પામતી નથી . આથી ગામ વાસીઓ નિ માગણી છે કે આ પાણી ટાકીં વહેલા મા વહેલિ તકે તોડી પાડવામાં આવે તેમ જણાવી રહ્યાં છે.*