પુજા પંડાલોમાં હવે ૪૫ લોકો પ્રવેશ કરી શકશેઃ કોલકતા હાઇકોર્ટ
કોલકતા, કોલકતા હાઇકોર્ટે પુજા પંડાલોને નો એન્ટ્રી જોેન બતાવનારા આદેશમાં આંશિક ઢીલ આપી છે. હાઇકોર્ટના નવા આદેશ અનુસાર હવે વધુમાં વધુ ૪૫ લોકો એકવારમાં પંડાલમાં પ્રવેશ કરી શકશે કોર્ટે કર્યું કે મોટા પુજા પંડાલોમાં વધુમાં વધુ ૬૦ લોકો જઇ શકશે કોર્ટે કહ્યું કે પંડાલમાં પ્રવેશની મંજુરી આપનારાઓના નામની યાદી દરરોજ સવારે આઠ વાગ્યા સુધી પંડાલના દરવાજા પર લગાવવી પડશે અદાલતે ઢોલ કે પારંપરિક ડ્રમ વાદકોને પણ નો એન્ટ્રી જાેનમાં જવાની મંજુરી આપી દીધી છે હવે પંડાલના ગેટ બહાર ઢોલ વગાડી શકાશે.
હાઇકોર્ટે નવા આદેશમાં કહ્યું કે આકારમાં નાના પંડાલોમાં પ્રવેશ કરવા માટે દૈનિક રૂપે નામોની યાદી બનાવવી પડશે તે પંડાલોમાં એકવારમાં વધુમાં વધુ ૧૦ લોકોને જ જવાની મંજુરી હશે કોર્ટે ૩૦૦ વર્ગ ફુટથી વધુ વિસ્તારમાં બનેલ પંડાલોને મોટા પંડાલોના રૂપમાં પરિભાષિત કર્યા છે.
પશ્ચિમ બંગાળનો સૌથી મોટો તહેવાર દશેરા શરૂ થવાના એક દિવસ પહેલા કોલકતા હાઇકોર્ટે આજે પોતાના આદેશમાં આ ઢીલ આપી છે કોર્ટે આ પહેલા કોરોના વાયરસ મહામારીના કારણે પુજા પંડાલોને દર્શાનાર્થીઓ માટે નો એન્ટ્રી જોન જાહેર કરી દીધુ હતું ત્યારબાદ શહેરમાં ૪૦૦ આયોજતકોની કંટ્રોલિંગ સસ્થા દુર્ગાત્સવ મંચે અદાલતનો દરવાજાે ખખડાવ્યો હતો.
જાે કે કોર્ટે આયોજકો તરફથી રજુ કરવામાં આવેલ કલ્યાણ બેનર્જીની તે માંગોને રદ કરી દીધી જેમાં તેમણે પંડાલની અંદર પુજા અંજલિ અને સિદુરની મંજુરી આપવાની માંગ કરી હતી.HS