Western Times News

Gujarati News

પુજા પાસે ત્રણ તેલુગુ અને એક હિન્દી ફિલ્મ હાથમાં

મુંબઇ, બોલિવુડ અને ટોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડે હાલમાં ત્રણ તેલુગુ અને એક હિન્દી ફિલ્મ હાથમાં ધરાવે છે. તેની બોલાબાલા સાઉથમાં વધારે જોવા મળી રહી છે. હાઉસફુલ-૪ નામની તેની કોમેડી ફિલ્મ ઓક્ટોબર મહિનામાં ૨૫મી તારીખે રજૂ કરાશે. પુજા એકવાર હિન્દી ફિલ્મમાં સક્રિય થઇ રહી છે. તે કોમેડી સિરીઝની ફિલ્મ હાઉસફુલ-૪માં નજરે પડનાર છે. પુજા હેગડે આશરે ચાર વર્ષના લાંબા ગાળા બાદ બોલિવુડની કોઇ ફિલ્મ કરી રહી છે. પોતાની તૈયારીના સંબંધમાં વાત કરતા પુજા હેગડે કહે છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી તે ફિલ્મના શુટિંગ માટે જુદા જુદા સ્થળ પર પહોંચી રહી છે. જેથી તેને ખુબ મહેનત કરવી પડી રહી છે. તે ફિલ્મમાં સ્થાન મેળવીને ખુબ જ ખુશ છે. તેનુ કહેવુ છે કે તે પોતાની ફિટનેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે.

હાલના દિવસોમાં તે સવારે ચાર વાગે ઉઠી જાય છે. અને ફિટનેસને લઇને વ્યસ્ત બની જાય છે. તેનુ કહેવુ છે કે તેના ડાઇટમાં માત્ર ઘરની ચીજા રહેલી છે. તે ડાયટિંગમાં વિશ્વાસ કરતી નથી. માત્ર જંક ફુડથી દુર રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુજા ફિલ્મમાં પોતાના ગીતને લઇને દિવસ દરમિયાન રિહર્સલ કરતા રહે છે. જેથી તે ખુબ સાવધાન બનેલી છે. તેનુ કહેવુ છે કે હાઉસફુલ જેવી સિરીઝમાં તેને કામ કરવાની તક મળી છે જે તેના માટે સારી બાબત છે. કારણ કે આ સિરિઝની ફિલ્મો હમેંશા સફળ અને હિટ સાબિત થઇ છે. નવી ફિલ્મમાં આ વખતે બોબી દેઓલની વાપસી થઇ રહી છે. તેની સાથે રિતેશ દેશમુખ પણ છે. ફિલ્મમાં અક્ષય કુમાર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં પુજા ઉપરાંત કૃતિ સનુન પણ છે. ફિલ્મ ભરપુર કોમેડી ફિલ્મ છે. અક્ષય કુમાર લાંબા સમય બાદ ખાસ રીતે કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. અક્ષય અને બોબી પણ લાંબા સમય બાદ સાથે નજરે પડી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.