પુણામાં એન્જીનીયરને ચપ્પુ બતાવી ૭૫૦૦ની લૂંટ
રિક્ષામાં લૂંટ કરતી ટોળકી સક્રિય- રોકડા અને મોબાઈલની લૂંટ કરી યુવકને રિક્ષામાંથી ઉતારી દીધો
સુરત, વરાછા લંબે હનુમાન રોડથી કાપોદ્રા મરધાકેન્દ્ર સુધી રીક્ષા ભાડે કરનાર ઍલ ઍન્ડ ટી કંપનીના ઍન્જીનીયરને રીક્ષા ચાલક ટોળકીઍ પુણા કેનાલ રોડ પાસે ચપ્પુ બતાવી રોકડા ૨૫૦૦ સહિત કુલ રૂપિયા ૭૫૦૦ના મતા લુંટી રીક્ષામાંથી ઉતારી નાસી ગયા હતા. બનાવને પગલે આખરે ભોગ બનનાર યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પુણા પોલીસના જણાવ્યા મુજબ પુણાગામ સત્યનારાયણ સોસાયટી રાધાકૂષ્ણ કોમ્પ્લેક્ષમાં રહેતા નિકુંજ ધીરુભાઈ ગોહિલ (ઉ.વ.૨૪) વડોદરામાં ઍલ ઍન્ડ ટી કંપનીમાં મીકેનીકલ ઍન્જીનીયર તરીકે નોકરે કરે છે. નિકુંજની ઉત્તરાયણ તહેવારની રજુ હોવાથી ૧૩મીના બુધવારના રોજ રાત્રી અગિયાર વાગ્યે ટ્રેનમાં બેસી સુરત આવ્યો હતો.
લંબે હનુમાન ગરનાળા પાસેતી કાપોદ્રા મુરધાકેન્દ્ર જવા માટે નિકુંજ રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં અગાઉથી ઍક મુસાફર બેઠો હતો. ચાલકે રીક્ષા મારૂતીચોકથી બુટભવાની સીતાનગર ચોકડી થઈ અોવરબ્રીજ ઉપર જતા નિકુંજભાઈઍ ચાલકને તેઍ મુરધાકેન્દ જવાનુ છે
હોવાનુ કહેતા ચાલકે પેસેન્જર કો આગે ઉતારના હે ઉસ્કે બાદ તુમ્કો છોડ દું હોવાનુ કહી રીક્ષા પુણા કેનાલ રોડ તરફ રીક્ષા લઈ જઈ પોલારીસ મોલ પાસે કાચા રસ્તા તરફે પેશાન કરવાને બહાને ઉભી રાખી હતી ત્યારબાદ નિકુંજને ચપ્પુ બતાવી તેરી બેગમે ક્યો હે બેગ નહી દોગે તો જાન સે માર દું કહી કપડા, બુકો તેમજ ઍન્જીનીયરીંગના સમાન સાથે બેગ ઝુટવી લીધી હતી તેમજ પર્સમાંથી રોકડા ૨૫૦૦, ઍટીઍમ કાર્ડ મોબાઈïલ મળી કુલ રૂપીયા ૭૫૦૦ના મતા લૂંટી લઈ રીક્સામાંથી ઉતારી નાસી ગયા હતા. પોલીસે નિકુંજની ફરિયાદ લઈ રીક્ષા નંબરના આધારે ટોળકીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.