પુણેની ૫૦ ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત: સીરો સર્વે
પુણે, કોરોના વાયરસ રોગચાળાને લઇને દેશના ઘણા શહેરોમાં સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે દિલ્હી બાદ મહારાષ્ટ્રના પુણેમાં લોકોમાં કોરોના ચેપને રોકવા માટે સીરો સર્વે કરાયો હતો જેણે ચોકાવનારા પરિણામો દર્શાવ્યા છે સીરો સર્વેૅ અનુસાર પુણેમાં ૫૧.૫ ટકા લોકોના શરીરમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. શરીરમાં કોવિડ ૧૯ એન્ટિબોડી હોવાનો અર્થ એ છે કે વ્યક્તિને ચેપ લાગ્યો છે આનો અર્થ એ છે કે શહેરના અડધાથી વધુ લોકોને ચેપ લાગ્યો છે આ એન્ટીબોડી એ લોકોમાં હોય છે.
જેઓ કોરોના વાયરસથી સ્વસ્થ થયા છે પુણેમાં સીરો સર્વેના પરિણામ જાહેર કરાયા હતાં પુણેમાં મહામારી અને સીરમ સર્વિલાંસ કોવિડ ૧૯ની સ્ટડી નગર હેઠળ પાંચ પ્રભાવિત વિસ્તારોમાં ૧૬૪૪ સેમ્પલ લેવામાં આવ્યા હતાં આ તપાસમાં જાણવા મળ્યુ કે ૫૧.૫ ટકા લોકોને કોરોનમા એન્ટિબોડીઝ હોવાનું જણાયું છે જેનો અર્થ છે કે પુણેમાં આટલા ટકા કોરોનાનો શિકાર થઇ ચુકયા છે જેનો અર્થ છે કે પુણેમાં આટલા ટકા કોરોનાનો શિકાર થઇ ચુકયા છે એ યાદ રહે કે શરીરમાં કોઇ ચોક્કસ એન્ટીબોડીની હાજરી શોધવા માટે સીરોલોજીકલ સર્વે કરવામાં આવે છે આ બતાવે છે કે કોઇ બિમારી વસ્તીના કેટલા ભાગમાં અને કંઇ દિશામાં ફેલાઇ છે. પુણે શહેરમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ૩.૬૬ લાખ છે શહેરના પાંચ સૌથી પ્રભાવિત વિસ્તારોમાંથી ૧૬૬૪ પુખ્ત વયના નમુના લેવામાં આવ્યા છે.HS