પુણે : દિવાલ ધરાશાયી થતા ૧૭ના મોત, કેટલાક ઘાયલ
પુણે : મહારાષ્ટ્રના પુણેમાં ઇમારતની દિવાળ ધરાશાયી થઇ જતા મોટી દુર્ઘટના સર્જાઇ ગઇ છે. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બન્યા બાદ બચાવ અને રાહત કામગીરી તરત હાથ ધરાઈ હતી. આ બનાવમાં હજુ સુધી ૧૭ લોકોના મોત થઇ ચુક્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
મૃત્યુ પામેલાઓમાં માસુમ બાળકોને પણ સમાવેશ થાય છે. શનિવારે વહેલી પરોઠે ૧.૪૫ની આસપાસ કોન્ધવા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મૃતકોમાં ૯ પુરુષો, ૧ મહિલા અને ચાર બાળકોનો સમાવેસ થાય છે. પૂણેમાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બચાવ ઓપરેશન માટે એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી.
જિલ્લા કલેક્ટર નવલ કિશોરરામે કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે આ બનાવ બન્યો હતો. બિહાર અને બંગાળમાં મજુરો મોટાભાગે શિકાર થયા છે. પુણેના મેયર મુક્તા તિલકે કહ્યું છે કે, તપાસ કરવામાં આવશે. જડપથી ન્યાય આપવામાં આવશે. પુણે શહેર મ્યુનિસિપલ કમિશ્નર સૌરવ રાવે કહ્યું છે કે, ચાર-ચાર લાખ રૂપિયાની મદદ મૃતકોના પરિવારને આપવામાં આવશે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય અપાશે.
પાંચ સભ્યોની તપાસ ટીમ સાત દિવસમાં અહેવાલ સુપ્રત કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બનાવ અંગે દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પુણેમાં દિવાળ ધરાશાયી ઘટનામાં મૃત્યુ પામેલા ૧૫ લોકોના પરિવારના સભ્યોને બે બે લાખ આપવાની જાહેરાત કરી છે.
ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પુણેના તળાવ મÂસ્જદ વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જેનુ કારણ ભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યુ છે. અહીંની એક આવાસ સોસાયટીમાં નિર્માણ કામ ચાલી રહ્યુ હતુ
ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. પા‹કગ સાથે જાડાયેલો એક હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો. જેના કારણે આ બનાવ બન્યો હતો. આજે સવારે બનાવના કેટલાક ફોટો જારી કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભારે અંધાધુંધી અને બાગદોડ મચી ગઇ હતી.
કેટલાક વાહનોને પણ નુકસાન થયુ છે. બનાવના ભાગરૂપે સોસાયટીની દિવાળ મજુરોની વસ્તી પર પડી હતી. દિવાળની સાથે સોસાયટીના લોકોની કેટલીક કાર પણ પણ મજુરોના આવાસ પર પડીહતી. બનાવ બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુણેના જિલ્લાઅધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ભારે વરસાદના કારણે આ દિવાળ ધરાશાયી થઇ ગઇ હતી. નિર્માણ કંપનીની લાપરવાહી સપાટી પર આવી ગઇ છે.
૧૭થી વધારે લોકોના મોત કોઇ નાની ઘટના નથી. મૃતકોમાં મોટા ભાગના બિહારી અને બંગાળી લોકો હોવાનુ જાણવા મળ્યુ છે. સરકાર તરફથી વળતરની જાહેરાત કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે પુણે સહિત મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં જનજીવન ખોરવાઇ ગયુ છે. નિવાસી સંકુલની ૬૦ ફુટની ઉંચી દિવાળ ધરાશાયી થઈ ગઈ હતી. તળાવ મÂસ્ઝદ નજીક આ બનાવ બન્યો હતો.