પુતિનની પુત્રીનું સુપર રીચ મેડિકલ સેન્ટરનું સપનું રોળાયું

મોસ્કો, યુક્રેન પર આક્રમણનો આદેશ આપીને રશિયન રાષ્ટ્રપતિ પુતિન દુનિયાના ઘણા દેશોમાં અળખામણા બની ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના જંગની અસર પુતિનની મોટી પુત્રી ડો.મારિયા વોરન્તસોવા પર પણ થઈ છે. યુક્રેન યુધ્ધના કારણે મારિયાનુ રશિયામાં સુપર રીચ વિદેશીઓ માટે એક મોંઘુ દાટ મેડિકલ સેન્ટર શરૂ કરવાનુ સપનુ રોળાઈ રહ્યુ છે. દરમિયાન તેના નેધરલેન્ડના બિઝનેસમેન પતિ સાથેના લગ્ન પણ તુટી ગયા છે. મારિયા બાળકોને થતી અને ભાગ્યે જ જાેવા મળતી જેનેટિક બીમારીની નિષ્ણાત છે. તેના બે બાળકો પણ છે.
રશિયામાંથી બીજા દેશમાં શરણ લેનાર પત્રકાર સર્ગેઈ કાનેવે ખુલાસો કર્યો છે કે, પુતિનની પુત્રી મારિયાનો પ્લાન આ યુધ્ધના કારણે ઉંધો વળી ગયો છે. યુ્ક્રેન પર હુમલા બાદ યુરોપ અને મિડલ ઈસ્ટના લોકોને સારવાર માટે આકર્ષવાની મારિયાની યોજના ખોરંભે પડે તેમ છે.
બીજી તરફ મારિયાના પતિનુ નામ જાેરિટ ફાસેન છે. એવુ કહેવાય છે કે યુધ્ધ શરૂ થયુ તે સમયગાળા દરમિયાન જ તેમના રસ્તા અલગ થઈ ગયા હતા. તેમના બાળકોની જાણકારી તો સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી.
ફાસેન લાંબા સમય સુધી રશિયામાં કામ કરી ચુકયા છે. એક વખત તેમણે કહ્યુ હતુ કે, મેં રશિયન મહિલા સાથે લગ્ન કર્યા છે અને મારા બાળકો પણ છે. મારિયા પોતાની દાદીની સરનેમ વોરન્ત્સોવાનો ઉપયોગ કરે છે. તે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રાઈનોલોજીમાં પ્રમુખ સંશોધક પણ છે.
કોરોના સામે જ્યારે રશિયાએ ઝડપથી રસી તૈયાર કરવાનો દાવો કર્યો ત્યારે પુતિને કહ્યુ હતુ કે, મારી બે પુત્રીઓને પણ વેક્સીન આપવામાં આવી છે. મીડિયામાં પુતિનની પુત્રીઓને સામાન્ય રીતે મારિયા પુતિના અને યેકાતેરીના પુતિના તરીકે ઓળખવામાં આવે છે.SSS