પુતિનની યાત્રામાં મળમૂત્રને એકત્રિત કરીને પરત મોસ્કો લઈ જવાય છે
પુતિનની માહિતી લીક થાય તો તેમની સત્તા ડામાડોળ થવાના ચાન્સ છે, તેથી પુતિન વિદેશ જાય ત્યારે પોતાની કોઈપણ નિશાની છોડતા નથી
મોસ્કો, પુતિનની સુરક્ષાની જવાબદારી સંભાળતા તેમના ખાસ લોકોનું માનવું છે કે પુતિનના મળમૂત્રના પરિક્ષણથી તેમની હેલ્થને લગતી ઘણી માહિતી લીક થઈ શકે છે. જાે આ માહિતી ખોટા હાથમાં આવી જાય તો પુતિનની સુરક્ષાને ખતરો ઉભો થઈ શકે છે.
આ ચોંકાવનારો દાવો થોડા સમય પહેલા એક ફ્રેંચ મેગેઝીનના બે પત્રકારો દ્વારા કરવામાં આવ્યો હતો. ફોક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર, પુતિનના ગાર્ડ વિદેશયાત્રા પર સૂટકેસ લઈને જાય છે, જેમાં ખાસ બેગમાં એકત્ર કરાયેલા પુતિનના મળમૂત્રને રાખીને મોસ્કો પરત લઈ જવાય છે.
પુતિનના સ્વાસ્થ્યને લઈને પણ હાલના દિવસોમાં અવારનવાર સમાચાર આવતા રહે છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરાયો છે કે તેમને બ્લડ કેન્સર છે, તો કેટલાકમાં તો ત્યાં સુધી કહી દેવાયું છે કે પુતિનનું મોત થઈ ચૂક્યું છે અને હાલ તેમનો ડુપ્લિકેટ રશિયા પર શાસન કરી રહ્યો છે.
પુતિનના પરિવાર વિશે પણ દુનિયાને ખાસ માહિતી નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા જાે પુતિનની હેલ્થને લગતી કોઈ માહિતી લીક થઈ જાય તો તેમની સત્તા ડામાડોળ થવાના પણ ચાન્સ છે, તેથી જ પુતિન વિદેશ જાય ત્યારે પોતાની કોઈપણ નિશાની છોડતા નથી.
ફોક્સ ન્યૂઝ એવું પણ જણાવે છે કે, પુતિનને એ વાતનો સતત ડર રહ્યા કરે છે કે જાે તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી વિદેશી ગુપ્તચર સંસ્થાના હાથમાં આવી ગઈ તો તેનો દુરુપયોગ થઈ શકે છે. પુતિન દુનિયાને એવું દર્શાવવા માગે છે કે તેઓ એકદમ ફિટ છે, અને રશિયા પર તેમની પકડ યથાવત છે, તેમજ પોતાની સામે સર્જાયેલા દરેક પડકારને પહોંચી વળવા પણ સક્ષમ છે.
રશિયા પર બે પુસ્તકો લખનારા એક પત્રકારોનો તો ત્યાં સુધી દાવો છે કે પુતિન ૨૦૧૭માં ફ્રાંસના પ્રવાસે તેમજ ૨૦૧૯માં સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમના મળમૂત્રને ટોઈલેટમાં નહોતા જવા દેવાયા.
તેમનું એવું પણ કહેવું છે કે પુતિન સત્તા પર આવ્યા ત્યારથી જ આ બાબતનું ખાસ ધ્યાન રાખે છે.SS2KP