Western Times News

Gujarati News

પુતિને પોતાનો પરિવાર કેમ દુનિયાથી છુપાવીને રાખ્યો?

રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચે હાલમાં જ મુલાકાત થઈ હતી

રશિયા: રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચે હાલમાં જ મુલાકાત થઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે અંદાજે ૪ કલાક સુધી આ મુલાકાત ચાલી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે બન્ને નેતાઓ એવું માની રહ્યાં છેકે, અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધ પહેલાં ક્યારેય આટલો ખરાબ નહોતો. વાલ્દિમીર પુતિનને દુનિયાના સૌથી રહસ્યમય નેતાઓ માંથી એક ગણવામાં આવે છે. પુતિને અત્યાર સુધી પોતાનો પરિવાર પણ દુનિયાથી છુપાવીને રાખ્યો હતો.

તેના જીવનના આવા અનેક રહસ્યો છે, જે જાણવા જેવા છે. રિપોર્ટ અનુસાર, વાલ્દિમીર પુતિન જાહેરમાં ક્યારેય પોતાના પરિવાર વિશે ચર્ચા કરતા નથી. અને કોઈ દિવસ તેમની દિકરીઓ વિશે વાત કરતા નથી. જાેકે, એવા અહેવાલો ચર્ચામાં છેકે, તેમની બે દિકરીઓ છે. જેનમાં નામ મારિયા અને કટરીન છે. વાલ્દિમીર પુતિનની પુત્રી મારિયા એક મેડિકલ રિસર્ચર છે. અને મોસ્કોમાં ડચ પતિ જાેરિટ ફાસેન સાથે રહે છે. તેમને એક બાળક પણ છે. વાલ્દિમીર પુતિનની બીજી પુત્રી એક એક્રોબૈટ ડાંસર છે. તેનું નામ કટરીના છે. તે મોસ્કો સ્ટેટ યૂનિવર્સિટીમાં એક ઉંચા પદ પર છે. તે ૧.૭ અરબ ડોલરના સ્ટાર્ટઅપને ચલાવી રહી છે. ૨૦૧૭માં તેણે રશિયાના અરબપતિ કિલી શૈમલોવ સાથે લગ્ન કર્યા હતા. જાેકે, બન્નેનો આ વર્ષે તલાક થઈ ગયો.

ગત વર્ષે ખુલાસો થયો હતો, કે એક મહિલા સફાઈકર્મી સાથે હતા રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિનના શારીરિક સંબંધ. જે હવે કરોડોની માલિક બની ગઈ છે. સ્વેતલાના ક્રિવોનોગિખ નામની સફાઈકર્મી મહિલા સાથે ૯૦ ના દશકમાં પુનિતના સંબંધની શરૂઆત થઈ હતી. અને વર્ષ ૨૦૦૩ ની આસપાસ બંન્ને અલગ થઈ ગયાં. સ્વેતલાના ક્રિવોનોગિખ અને વાલ્દિમીર પુતિનની એક ૧૮ વર્ષની પુત્રી પણ છે. જેનો ખુલાસો પણ ગત વર્ષે થયો હતો. યેલિજાવેટા વાલ્દિમીરોવના ઉર્ફ લુઈજાના જન્મ બાદ પુતિન અને સ્વેતલાના અલગ થઈ ગયા હતા.

એક રિપોર્ટ અનુસાર, ૪૫ વર્ષની સ્વેતલાના ક્રિવોનોગિખ જ્યારે ૯૦ ના દશકમાં વાલ્દિમીર પુતિનને મળી હતી ત્યારે તે એક ક્લીનર હતી. પણ આજે તે એક ખુબ જ ધનિક મહિલા છે. અને કરોડો રૂપિયાની માલિક છે. રોજ સવારે ખાલી પેટે આ વસ્તુનું કરો સેવન અને બનો બેડ પરના બાદશાહ, તમારી પાર્ટનર પણ કહેશે હવે આવે છે મજા! વાલ્દિમીર પુતિન પોતાની ૧૮ વર્ષની પુત્રી ર્લુઈઝા ખુબ જ પૈસા ખર્ચ કરે છે. ર્લુઈઝા ઘણીવાર સોશલ મીડિયા પર પોતાની લકઝરિયસ લાઈફના ફોટો શેયર કરતી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.