પુતિન જો બે શરતો માને છે તો અમે શાંતિ સમજૂતી પર ચર્ચા કરવા તૈયાર છીએઃ ઝેલેન્સ્કી

કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન પત્રકારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુક્રેન રશિયા સાથે શાંતિ સમજૂતીના ભાગ રૂપે એક તટસ્થ સ્થિતિને અપનાવવા પર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ આ બે શરતો સાથે. તેમણે કહ્યું કે તેના પર કોઈ ત્રીજા પક્ષે ગેરંટી આપવી પડશે અને જનમત સંગ્રહ પણ રાખવો પડશે. યુક્રેની સાંસદ અને વાતચીત પ્રતિનિધિ મંડળના સભ્ય ડેવિડ અરખામિયાએ જાણકારી આપતા કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે સામસામેની વાતચીતનું આગામી ચરણ તુર્કીમાં ૨૮-૩૦ માર્ચ સુધી થશે.
યુક્રેનના એક ટોચના અધિકારીએ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના સંદર્ભે કહ્યું કે રશિયા કોરિયન પરિદૃશ્ય હેઠળ દેશને ઉત્તર અને દક્ષિણ કરિયાની જેમ વિભાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે સતત ૩૩મા દિવસે પણ યુદ્ધ ચાલી રહ્યું છે.
કેટલાક દેશોની મધ્યસ્થતા છતા બંને દેશોમાંથી કોઈ દેશ નમતું જાેખવા તૈયાર નથી. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ તૈયાબ એર્દોઆને રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને યુક્રેનમાં સંઘર્ષ વિરામની અપીલ કરી હતી.
આ દરમિયાન રશિયા સાથે વાતચીત કરી રહેલા યુક્રેનના પ્રતિનિધિ મંડળના સભ્યએ રવિવારે મહત્ત્વની જાણકારી આપતા કહ્યું હતું કે બંને દેશોએ આજે સામસામે મુલાકાત કરવાનો ર્નિણય લીધો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શરૂઆતથી જ યુક્રેનને તટસ્થ સ્થિતિ અપનાવવા માટે કહેતા આવ્યા છે. તેનો અર્થ છે કે યુક્રેન NATOનો હિસ્સો બનવાના મુદ્દે તટસ્થ રહે. યુદ્ધની જાહેરાત વખત પુતિને કહ્યું હતું કે યુક્રેન દ્ગછ્ર્ંમા સામેલ થવાની જિદ્દ છોડવા તૈયાર નથી એટલે અમે યુદ્ધનો ર્નિણય લેવો પડ્યો.
નાટોની ૧૯૪૯ની સંધિ કોઈ પણ યુરોપીય દેશને તેનો સભ્ય બનવાનો અધિકાર આપે છે એટલે યુક્રેને તેમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જાેકે રશિયાને લાગે છે કે જાે યુક્રેન નાટો સાથે જાેડાય છે તો તેના માટે ભવિષ્યમાં પરેશાનીઓ ઊભી થઈ જશે.
યુદ્ધ શરૂ થવાના પહેલા સુધી અમેરિકા અને નાટો, યુક્રેનને મદદનો ભરોસો અપાવી રહ્યા હતા પરંતુ રશિયન સેનાના યુક્રેન કૂટ કરતા જ બધાના વિચાર બદલાઈ ગયા.યુક્રેનને આશા હતી કે અમેરિકા અને નાટો દેશોની સેના તેની મદદ માટે આવશે પરંતુ એમ ન થયું.
તેનાથી નારાજ થઈને વોલોદિમીર ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોને ખરું ખોટું સંભળાવ્યું હતું અને કહ્યું હતું કે તેને નાટોનું સભ્ય બનાવમાં કોઈ રસ નથી. કદાચ આ જ કારણ છે કે ઝેલેસ્ન્કી આ મુદ્દા પર હવે વાતચીત કરવા તૈયાર નજરે પડી રહ્યા છે.HS