પુતિન નાટો દેશોમાં પ્રવેશ કરશે તો યુએસ હસ્તક્ષેપ કરશે: જો બાઈડન

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું છે કે જાે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) દેશોમાં પ્રવેશ કરશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. બાઈડને ભારપૂર્વક જણાવ્યું કે, જાે તેમના રશિયન સમકક્ષને હવે રોકવામાં નહીં આવે તો તેને પ્રોત્સાહન મળશે.
બાઈડને કહ્યું કે તેમની પુતિન સાથે વાત કરવાની કોઈ યોજના નથી, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી અને તેમને ખાતરી આપી કે યુક્રેનિયન લોકોની વેદનાને ઓછી કરવા માટે યુએસ માનવતાવાદી રાહત આપશે.
જાે પુતિન નાટો દેશોમાં પ્રવેશ કરે છે તો અમે દરમિયાનગીરી કરીશું,” બાડેને વ્હાઇટ હાઉસમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં આ જણાવ્યું હતું. મને માત્ર એક જ વાતની ખાતરી છે કે જાે અમે તેમને હવે નહીં રોકીએ તો તેમને પ્રોત્સાહન મળશે. જાે હવે અમે તેમની સામે કડક પ્રતિબંધો નહીં લાદીએ તો તેમને પ્રોત્સાહન મળશે.HS