પુતિન મરવા માગતા હોય તો બંકરમાં આત્મહત્યા કરી લે: યુક્રેનના રાજદૂત
કીવ, યુએનની મહાસભાના ઈમરજન્સી સેશનમાં પણ યુક્રેન રશિયાને ખરી ખોટી સંભળાવી હતી અને યુક્રેનના યુદ્ધની તુલના બીજા વિશ્વ યુધ્ધ સાથે તેમજ પુતિનની તુલના જર્મનીના તાનાશાહ એડોલ્ડ હિટલર સાથે કરી નાંખી હતી.
યુક્રેનના રાજદૂત સર્ગી કિસ્લિત્સ્યાએ કહ્યુ હતુ કે, જાે પુતિન જાતે જ મરવા માંગતા હોય તો તેમને પરમાણુ હથિયારની જરુર નથી.એપ્રિલ ૧૯૪૫માં હિટલરે જે રીતે પોતાના બંકરમાં આત્મહત્યા કરી હતી તે જ રીતે પુતિને પણ આત્મહત્યા કરી લેવી જાેઈએ.
ઉલ્લેખનીય છે કે, સર્ગીએ એ સમયની યાદ દેવડાવી હતી જ્યારે જર્મનીની બીજા વિશ્વયુધ્ધમાં હારી જાય તે નિશ્ચિત હતુ અને તે વખતે હિટલરે આત્મહત્યા કરીલીધી હતી.એ પછી જર્મનીએ મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનના હુમલા બાદ યુએનની ઈમજરન્સી મિટિંગ બોલાવવામાં આવી હતી અને ૧૯૬૦માં યુએનની સ્થાપના બાદ આવુ ૧૧મી વખત થયુ છે.SSS