પુતિન સાથે ચર્ચા બાદ સંરક્ષણ મંત્રીને હાર્ટ એટેક

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને એક મહિનો થઈ ગયો છે. દરમિયાન યુક્રેનના એક મંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ દાવો કર્યો છે કે, રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુને રાષ્ટ્રપતિ પુતિન સાથે થયેલી ભારે તડાફડી બાદ હાર્ટ એટેક આવ્યો છે.
યુક્રેનનો દાવો છે કે, પુતિને યુક્રેનમાં રશિયાના મિલિટરી અભિયાનની નિષ્ફળતા માટે સંરક્ષણ મંત્રી શોઈગુને જવાબદાર ઠેરવ્યા બાદ તેમની અને પુતિન વચ્ચે ચકમક ઝરી હતી. આ જ કારણે શોઈગુ હવે લોકો વચ્ચેથી ગાયબ છે. ૧૧ માર્ચ પછી તેઓ જાહેરમાં જાેવા મળ્યા નથી. જાેકે પત્રકારોએ જ્યારે આ અંગે સવાલ પૂછ્યા ત્યારે રશિયાના પ્રવકતાએ કહ્યુ હતુ કે, સંરક્ષણ મંત્રી સૈન્ય અભિયાનના પગલે વ્યસ્ત છે અને તેમની પાસે મીડિયા સમક્ષ આવવા માટે બિલકુલ સમય નથી.
હવે યુક્રેનના મંત્રીએ કરેલા દાવા બાદ શોઈગુ અંગે ચર્ચા વધારે તેજ બની છે. એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, શોઈગુને મિલિટરી કાર્યવાહીમાં નિષ્ફળતા બદલ જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.SSS