Western Times News

Gujarati News

પુતિન VVIP મહેમાનોને ૮૧ લાખના ટેબલ પર બેસાડે છે

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન વૈશ્વિક નેતાઓની સાથે મોસ્કોમાં એક વિશાળકાય ટેબલ પર બેસીને બેઠક કરે છે. મંગળવારે ફરી એકવાર પુતિન ચર્ચામાં આવી ગયા. કેમ કે તેમણે આ જ ટેબલ પર યુક્રેન યુદ્ધને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની સાથે વાતચીત કરી.

એવી અટકળ છે કે પુતિન કોરોના વાયરસના બચાવના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે આ ટેબલનો ઉપયોગ કરે છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોનની સાથે પણ તે આ ટેબલ પર જાેવા મળ્યા હતા. પુતિન જે ટેબલનો ઉપયોગ કરે છે તેને બનાવનારા ઈન્ટિરિયર ડિઝાઈનરનું કહેવું છેકે આજના હિસાબે તેની કિંમત ૧,૦૦,૦૦૦ યૂરો એટલે કે ૮૧ લાખ રૂપિયા છે.

ઈટલીમાં ઓક ર્ંટ્ઠા કંપનીના પ્રમુખ રેનાટો પોલાગ્નાએ જણાવ્યું કે આ ટેબલ ૨૫ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. તેમણે તેના ઉપયોગની પાછળ સોશિયલ ડિસ્ટન્સિંગના દાવાને ફગાવી દીધો છે. અવારનવાર લોકો આ ટેબલની લંબાઈ અને બંને નેતાઓની વચ્ચે વધારે અંતર પર મજા લેતાં જાેવા મળે છે.

ઈટાલિયન અખબાર સાથે વાત કરતાં પોલોગ્નાએ જણાવ્યું કે તે આ ટેબલને જાેઈને ખુશ થઈ ગયા કે તેમનું કામ લોકોને આકર્ષિત કરી રહ્યું છે. જેવું મેં ટેબલ જાેયું તે જાેઈને હું તેને ઓળખી ગયો. મને તેના પર ગર્વ છે. આ ટેબલ ૨૦ ફૂટ લાંબુ છે અને લગભગ ૮.૫ ફૂટ પહોળું છે.

તેને મોટાભાગે ઓકના લાકડામાંથી બનાવવામાં આવ્યું છે અને તે અનોખું છે. તે ક્રેમલિન ઉપરાંત અન્ય દેશોના મુખ્ય લોકોની સાથે પણ કામ કરી ચૂક્યા છે.

એક સમયે ગદ્દાફી અને સદ્દામ હુસૈનનો પરિવાર પણ આ ટેબલની કંપનીના ક્લાયન્ટ હતા. યૂએનના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસની પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોનની સાથે ૨૦ ફૂટ લાંબા સફેદ અને ગોલ્ડ ટેબલ પર બેઠક કરતાં જાેવા મળ્યા હતા.

ફેબ્રુઆરીમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પણ પુતિન સાથે આ જ ટેબલ પર મુલાકાત કરી હતી. નેતાઓની વચ્ચે વાતચીત કરતાં આ ટેબલ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.